લોકસભાની ચૂંટણીને પગલે CAની પરીક્ષાઓમાં ફેરફાર, આઈસીએઆઈ દ્વારા નવી તારીખો જાહેર

જેઈઈ મેઈનની સેશન-૨ તથા યુજી મેડિકલ પ્રવેશની નીટ પરીક્ષાની તારીખોમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી

કેટલીક પરીક્ષાઓ રિશિડ્યુલ કરી દેવામા આવી

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
લોકસભાની ચૂંટણીને પગલે CAની પરીક્ષાઓમાં ફેરફાર, આઈસીએઆઈ દ્વારા નવી તારીખો જાહેર 1 - image


CA Exam: લોકસભાની ચૂંટણીને પગલે આઈસીએઆઈ દ્વારા સીએની પરીક્ષાઓમાં ફેરફાર કરવામા આવ્યો છે અને કેટલીક પરીક્ષાઓ રિશિડ્યુલ કરી દેવામા આવી છે. જેમાં સીએ ઈન્ટરમીડિએટ અને સીએ ફાઈનલની પરીક્ષાઓ છે. જ્યારે ફાઉન્ડેશન પરીક્ષાઓની તારીખોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેઈઈ મેઈનની સેશન-૨ તથા યુજી મેડિકલ પ્રવેશની નીટ પરીક્ષાની તારીખોમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી.

નવા ટાઈમ ટેબલ મુજબ આ તારીખે લેવાશે પરીક્ષા

નવા ટાઈમ ટેબલ મુજબ ઈન્ટરમીડિએટમાં ગ્રુપ-1ની પરીક્ષા 3,5 અને 9મી મેએ લેવાશે. ગ્રુપ-2ની પરીક્ષા 11, 15 અને 17મી મેએ લેવાશે. અગાઉ 3,5 અને 7મેના રોજ ગ્રુપ-1 અને 9, 11 અને 13મી મેના રોજ ગ્રુપ-2ની પરીક્ષા હતી. હતી. પરંતુ 7મીમેએ ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં ચૂંટણી છે. આ ઉપરાંત સીએ ફાઈનલમાં ગ્રુપ-1ની પરીક્ષા હવે 2,4 અને 8મી મેએ લેવાશે તથા ગ્રુપ- 2ની પરીક્ષા 10, 14  અને 16મીમેએ લેવાશે. અગાઉ ગ્રુપ-1ની પરીક્ષા 2, 4 અને 6મેએ તેમજ ગ્રુપ-2ની પરીક્ષા 8, 10 અને 12મી મેએ હતી. જ્યારે સીએ મેમ્બર્સ માટેની પરીક્ષા એવી મે ઈન્ટરનેશનલ ટેક્સેશનન એસેસમેન્ટ ટેસ્ટ હવે 14 અને 16મી મેના રોજ લેવાશે.

લોકસભાની ચૂંટણીને પગલે CAની પરીક્ષાઓમાં ફેરફાર, આઈસીએઆઈ દ્વારા નવી તારીખો જાહેર 2 - image


Google NewsGoogle News