છત્તીસગઢમાં સરકાર બદલાતા જ પરિવર્તન જોવા મળ્યુ, CMની ગાડી સાથે છે ખાસ કનેક્શન

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
છત્તીસગઢમાં સરકાર બદલાતા જ પરિવર્તન જોવા મળ્યુ, CMની ગાડી સાથે છે ખાસ કનેક્શન 1 - image


Image Source: Twitter

- મુખ્યમંત્રી સચિવાલયના દિશા-નિર્દેશો બાદ આ નંબર પ્લેટ બદલી નાખવામાં આવી 

રાયપુર, તા. 16 ડિસેમ્બર 2023, શનિવાર

છત્તીસગઢમાં સરકાર બદલાતાની સાથે જ પરિવર્તન થવા લાગ્યુ છે. છત્તીસગઢના મુખ્યમંત્રીના કાફલામાં સવાર એક ગાડીની નંબર પ્લેટ હટાવી દેવામાં આવી છે. આ નંબર BB-0023 હતો. આ નંબરવાળી ગાડી પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના કાફલામાં સામેલ હતી.

BB-0023 નંબર પ્લેટને કાફલામાંથી હટાવી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે BB એટલે ભૂપેશ બઘેલ અને 0023નો અર્થ તેમના જન્મદિવસ સાથે હતો. જોકે છત્તીસગઢમાં સરકાર બદલાયા બાદ મુખ્યમંત્રીના કાફલામાં સવાર આ ગાડીની નંબર પ્લેટ હટાવી દેવામાં આવી છે. મુખ્યમંત્રી સચિવાલયના દિશા-નિર્દેશો બાદ આ નંબર પ્લેટ બદલી નાખવામાં આવી છે.

બઘેલે અલગથી લીધો હતો નંબર

વર્તમાનમાં વિષ્ણુ દેવ સાયની ગાડીનો નંબર CG-03-9502 છે. આ પહેલા મુખ્યમંત્રીના કાફલામાં CG-02 નંબરનો ઉપયોગ થતો હતો. પૂર્વ સીએમ બઘેલે પોતાના કાફલામાં સામેલ ગાડીઓ માટે અલગથી નંબર લીધો હતો પરંતુ હવે તેને બદલી નાખવામાં આવ્યો છે. 

પૂર્વ CM રમણ સિંહના કાફલામાં હતી 0004 નંબરની ગાડી

આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહે પણ પોતાના કાફલામાં સામેલ ગાડીઓના નંબરમાં ફેરફાર કર્યો હતો. પૂર્વ સીએમ રમણે કાફલામાં સામેલ મિત્સુબીસી પજેરોમાં 0004 નંબર રાખવામાં આવ્યો હતો. જોકે, વર્ષ 2018માં રાજ્યમાં સરકાર બદલાઈ તો તેમણે પજેરોને પોતાના કાફલામાંથી હટાવી દીધી હતી. 

છત્તીસગઢમાં CG-01 અને CG-02 તથા CG- 04નું રજિસ્ટ્રેશન રાયપુર આરટીઓ કરે છે. જ્યારે CG-03નું રજિસ્ટ્રેશન પોલીસ મુખ્યાલય કરે છે.


Google NewsGoogle News