ચંદ્રયાન-4માં હશે 5 મોડ્યૂલ, સોફ્ટ લેન્ડિંગથી રિટર્ન સુધીના મિશનની માહિતી ISROએ શેર કરી
Chandrayaan 4 : ચંદ્રયાન-3ના મિશનને આગળ વધારવા માટે ISROએ ચંદ્રયાન-4 મિશન પર કામ શરૂ કરી દીધું છે. ઈસરો તરફથી આ મિશન અંગે લેટેસ્ટ અપડેટ આપવામાં આવી છે કે ચંદ્રયાન-4 કેવી રીતે કામ કરશે. જેમાં એ પણ જણાવાયું છે કે ચંદ્રયાન-3માં માત્ર 3 મોડ્યૂલ હતા, જ્યારે ચંદ્રયાન-4માં પાંચ મોડ્યૂલ હશે. જે સોફ્ટ લેન્ડિંગથી લઈને સેમ્પલ એકઠા કરવા અને સેફ રિટર્ન સુધી કામ આવશે. ગત દિવસોમાં ઈસરો ચીફ એસ. સોમનાથે પણ મિશન અંગે માહિતી શેર કરી હતી.
ભારતના સ્પેસ મિશન ગગનયાન બાદ ચંદ્રયાન-4ને લોન્ચ કરાશે. માનવામાં આવી રહ્યું છે કે આ મિશનને અંજામ સુધી પહોંચાડવામાં ભારતને ચાર વર્ષ લાગી શકે છે. જોકે, ઈસરો જે ગતિથી કામ કરી રહ્યું છે, તેનાથી એ નક્કી સમય પહેલા પણ પૂર્ણ થઈ શકે છે. હવે ઈસરોએ ચંદ્રયાન-4 અંગે સોશિયલ મીડિયા પોસ્ટ X પર મિશન અંગે લેટેસ્ટ માહિતી અપાઈ છે. જેમાં મોડ્યૂલ, તેના એન્જિન અને તેની ખાસિયત અંગે જણાવાયું છે.
આવી રીતે થશે લોન્ચિંગથી રિટર્ન સુધીની પ્રક્રિયા
ચંદ્રયાન-4ના મિશન જાપાનની JAXAની સાથે ઈસરોનું સંયુક્ત મિશન છે, તેને જાપાનના H3 રોકેટથી લોન્ચ કરાઈ શકે છે. આ પોતાની સાથે પાંચ મોડ્યૂલ લઈને જશે. જેમાંથી એસેન્ડર મોડ્યૂલ, ડિસેન્ડર મોડ્યૂલ, પ્રોપલ્શન મોડ્યૂલ, ટ્રાન્સફર મોડ્યૂલ અને રીએન્ટ્રી મોડ્યૂલ હશે. તમામ મોડ્યૂલનું અલગ કામ હશે. સૌથી ખાસ વાત એ છે કે આ મિશન બે તબક્કામાં લોન્ચ થશે પહેલા તેને પૃથ્વીથી લોન્ચ કરાશે જે ચંદ્ર પર લેન્ડિંગ કરીને ત્યાંના પહાડોના નમૂના એકઠા કરશે અને પછી ત્યારબાદ ચંદ્રની સપાટીથી તેને ફરી લોન્ચ કરાશે જે પૃથ્વી પર રીએન્ટ્રી કરશે. પહેલીવાર લોન્ચિંગના સમયે ચંદ્રયાન-4નું કુલ વજન 5200 કિલોગ્રામ થશે, જ્યારે ચંદ્રથી જ્યારે આ ધરતી તરફ લોન્ચ થશે ત્યારે તેનું વજન 1527 કિલોગ્રામ રખાશે, જેથી તે સરળતાથી ઓર્બિટમાં દાખલ થઈ શકે.
કયું મોડ્યૂલ શું કામ કરશે?
પ્રોપલ્શન મોડ્યૂલ :રોકેટથી અલગ થયા બાદ પૃથ્વીના ઑર્બિટથી લઈને ચંદ્રના ઑર્બિટમાં એન્ટ્રી સુધીની જવાબદારી પ્રોપલ્શન મોડ્યૂલની હશે. ચંદ્રયાન-3ના સમયે પણ આ મોડ્યૂલે એજ જવાબદારી નિભાવી હતી.
ડિસેન્ડર મોડ્યૂલ : પ્રોપલ્શન મોડ્યૂલથી અલગ થયા બાદ તમામ મોડ્યૂલને ચંદ્રની સપાટી પર પહોંચાડવાની જવાબદારી આ મોડ્યૂલની રહેશે.
એસેન્ડર મોડ્યૂલ : પ્રોપલ્શન મોડ્યૂલથી અલગ થયા બાદ તમામ મોડ્યૂલને ચંદ્રની સપાટી પર પહોંચાડવાની જવાબદારી આ મોડ્યૂલ નિભાવશે.
ટ્રાન્સફર મોડ્યૂલ : નમૂનાને એકઠા કર્યા બાદ આ ચંદ્રની સપાટીથી ઉડાન ભરશે અને ટ્રાન્સફર મોડ્યૂલની સાથે પૃથ્વીના ઓર્બિડ સુધી પહોંચશે.
રી એન્ટ્રી મોડ્યૂલ : ચંદ્રથી લેવાયેલા નમૂના લઈને પૃથ્વી પર સફળ લેન્ડ કરવાની જવાબદારી રી એન્ટ્રી મોડ્યૂલની હશે.