ચંદ્રયાન-3ના અભિનંદન પાઠવતી વખતે મમતા બેનર્જીની જીભ લપસી, કહ્યું ‘જ્યારે ચંદ્ર પર ગયા હતા રાકેશ રોશન...’
મમતા બેનર્જીએ ચંદ્રયાન-3ની ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ પહેલા ઈસરોને શુભકામના પાઠવતી વખતે 1984ના મિશનનો ઉલ્લેખ કર્યો, પરંતુ આ મિશન સાથે સંકળાયેલા એસ્ટ્રોનોટ રાકેશ શર્માના મમતાએ ફિલ્મ મેકર રાકેશ રોશનનો ક્રેડીટ આપી દીધી
કોલકાતા, તા.24 ઓગસ્ટ-2023, ગુરુવાર
ઈસરોનું મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-3 સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ થયા બાદ ભારતભરમાં ઉજવણી થઈ રહી છે. આ મિશન સફળ થવાનો શ્રેય ભારતીય અવકાશ સંશોધન સંસ્થા - ISROના વૈજ્ઞાનિકોની અથાગ મહેનતનું પરિણામ છે. 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાને ચંદ્રની ધરતીને સ્પર્શ કર્યો ત્યારે આખુ ભારત ખુશીથી ઝુમી ઉઠ્યું... વડાપ્રધાન મોદી અને ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડથી લઈને તમામ લોકોએ ઈસરોને અભિનંતન પાઠવ્યા... ભારતભરના લોકો વૈજ્ઞાનિકોની મહેતને સલામ કરી રહ્યા છે. ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ઈસરોને મિશનના અભિનંદન પાઠવ્યા, જોકે આ દરમિયાન તેમની જીભ લપસતા ફરી ચર્ચામાં આવી ગયા છે.
1984ના મિશનનો ઉલ્લેખ કરતી વખતે મમતા મૂંઝવણમાં મુકાયા
મમતા બેનર્જીએ ચંદ્રયાન-3ની ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ પહેલા એક કાર્યક્રમમાં ઈસરોને શુભકામના પાઠવી અને મિશન સફળ થવાની પ્રાર્થના કરી... આ દરમિયાન તેમણે 1984ના મિશનનો ઉલ્લેખ કર્યો, પરંતુ આ મિશન સાથે સંકળાયેલા એસ્ટ્રોનોટ રાકેશ શર્માના મમતાએ ફિલ્મ મેકર રાકેશ રોશનનો ક્રેડીટ આપી દીધી... વાસ્તવમાં તેઓ નામ બાબતે મૂંઝવણમાં મુકાઈ ગયા અને રાકેશ વર્માના બદલે રાકેશ શર્મા બોલી બેઠા... હવે આ નિવેદનને લઈ તેઓ ચર્ચામાં આવી ગયા છે.
મમતા બેનર્જી રાકેશ વર્માના બદલે રાકેશ શર્મા
મમતા બેનર્જીએ કહ્યું કે, પશ્ચિમ બંગાળની જનતા તરફથી હું ઈસરોને અભિનંદન પાઠવું છું... આ મિશનની ક્રેડિટ વૈજ્ઞાનિકોને મળવી જોઈએ... જ્યારે રાકેશ રોશન ચંદ્ર પર પહોંચ્યા હતા, તો પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ તેમને પૂછ્યું હતું કે, ત્યાંથી ભારત કેવું દેખાય છે... જવાબમાં તેમણે કહ્યું હતું કે, ‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા’ ઉલ્લેખનિય છે કે, એસ્ટ્રોનોટ રાકેશ શર્મા અવકાશમાં ગયા હતા પણ તેઓ ચંદ્ર સુધી ગયા ન હતા. તેઓ સેલ્યુટ-7 નામના અવકાશ મથકે 8 દિવસ રહ્યા હતા. આ દરમ્યાન તેમની સાથે 2 સોવિયેત અવકાશયાત્રી યુરી માલિશેવ અને ગેન્નાદી સ્ટ્રોકાલોવ પણ હતા.
ચંદ્રયાન-3ને લઈ માત્ર મમતા જ નહીં અન્ય નેતાઓની પણ જીભ લપસી
ચંદ્રયાન-3ને લઈ માત્ર મમતા બેનર્જી જ નહીં અન્ય નેતાઓની પણ જીભ લપસી હોવાનું સામે આવ્યું છે... સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ રાજસ્થાન સરકારના રમત-ગમત મંત્રી અશોક ચંદાએ કહ્યું કે, ચંદ્રયાન-3ની સફળ લેન્ડિંગ પર હું અંતરિક્ષ યાત્રિઓને સલામ કરીશ... આપણા દેશે વિજ્ઞાન અને અવકાશમાં સંશોધનમાં આપણા દેશે વધુ એક કદમ આગળ વધાર્યું છે. ઉલ્લેખનિય છે કે, ચંદ્રયાન-3 માનવરહિત મિશન છે. આ મિશન હેઠળ કોઈપણ માનવને ચંદ્ર પર મોકલાયા નથી. ઈસરો સ્પેસક્રાફ્ટ દ્વારા ચંદ્ર પર સંશોધન કરી રહ્યો છે.
અવકાશમાં જનારા પ્રથમ ભારતીય એસ્ટ્રોનૉટ રાકેશ શર્મા
એસ્ટ્રોનોટ રાકેશ શર્મા 1984માં સોવિયત સંઘના Soyuz T-11 અભિયાન હેઠળ સ્પેસની યાત્રા કરનાર પ્રથમ ભારતીય અંતરિક્ષ યાત્રી હતા. ઉલ્લેખનિય છે કે, ચંદ્રયાન-3એ 23 ઓગસ્ટના રોડ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાની સાથે ઈતિહાસ રચી દીધો છે... દક્ષિણ ધ્રુવ પર આજ સુધી કોઈપણ દેશ પહોંચ્યો નથી... આવુ કરનાર ભારત પ્રથમ અને ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથા નંબરનો દેશ છે.