ચંદ્રયાન-3 કમાલ કરે છે: તેના ડેટા જોઈ દુનિયાના વિજ્ઞાાનીઓ આશ્ચર્યચક્તિ થયા છે

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
ચંદ્રયાન-3 કમાલ કરે છે: તેના ડેટા જોઈ દુનિયાના વિજ્ઞાાનીઓ આશ્ચર્યચક્તિ થયા છે 1 - image


- ચંદ્રની માટીમાં આયર્ન, ટાઇટેનિયમ, એલ્યુમિનિયમ અને કેલ્શ્યમ છે : સલ્ફર છે પરંતુ તેનું પ્રમાણ ઓછું છે : પ્રજ્ઞાાનના બે ઉપકરણોએ વિશ્લેષણ કર્યું છે

નવી દિલ્હી : ઇસરોએ દેશના ત્રીજા મૂન- મિશન ચંદ્રયાન-૩નાં, ચંદ્રના દક્ષિણ ધુ્રવ ઉપર સફળતાપૂર્વક ઉતરાણ કરાવી કમાલ કરાવી દીધી હતી. તે પછી ૧૪ દિવસ દરમિયાન ચંદ્રયાન-૩ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાાન રૉવરે કેટલાયે મહત્ત્વના ડેટા એકત્રિત કર્યા છે તેના પરિણામે દુનિયાભરના વિજ્ઞાાનીઓ આશ્ચર્યચક્તિ થયા છે.

સ્પેસ ડોટ કોમ પર લખવામાં આવેલા એક આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે, ચંદ્રની માટીમાં આયર્ન, ટાઇટેનિયમ, એલ્યુમિનિયમ અને કેલ્શિયમ તો છે જ, પરંતુ સલ્ફર મળવું તે આશ્ચર્યજનક છે. જો કે તેનું પ્રમાણ ઘણું ઓછું છે પરંતુ વિજ્ઞાાનીઓ માને છે કે, નવા ડેટા ઉપરથી અનુમાન બાંધી શકાય કે, સલ્ફરનું પ્રમાણ- ઘનતા ધાર્યા કરતા વધુ પણ હોઈ શકે.

પ્રજ્ઞાાન પાસે બે ઉપકરણ છે જે માટીનું વિશ્લેષણ કરે છે. એક છે 'આલ્ફા પાર્ટિકલ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર', બીજું છે લેસર પ્રેરિત 'બ્રેક ડાઉન સ્પેક્ટ્રોમીટર' (એલઆઇબીએસ) આ બંને ઉપકરણોએ લેન્ડીંગ સ્થળ પાસેની માટીમાં રહેલ સલ્ફરનું પ્રમાણ માપ્યું છે.

વિજ્ઞાાનીઓનો દાવો છે કે, ચંદ્રની માટીમાં રહેલું સલ્ફર એક દિવસ અંતરિક્ષ યાત્રીઓને પૃથ્વીથી દૂર રહેવામાં સહાયભૂત થઈ શકે તેમ છે તેનું પ્રમાણ વિજ્ઞાાનનું એક ઉદાહરણ બની શકે, જે સંશોધન સક્ષમ હોય છે.

ચંદ્ર ઉપર બે પ્રકારની મુખ્ય શિલાઓ છે. ઉંડી જ્વાળામુખી શિલાઓ અને બીજી ચમકતી ઉચ્ચ ભૂમિ પરની શિલાઓ. પૃથ્વી ઉપરની પ્રયોગશાળાઓમાં વિજ્ઞાાનીઓએ આપેલા વિશ્લેષણો પ્રમાણે ઊંડી જ્વાળામુખીય સામગ્રીઓમાં ચળકતા, ઉચ્ચભૂમિવાળા પદાર્થની તુલનામાં અધિક સલ્ફર હોય છે. સલ્ફર મુખ્યત: જ્વાળામુખીય ગતિવિધિમાંથી આવે છે. ચંદ્રમાં ઉંડાઈએ રહેલા પાષાણોમાં અધિક સલ્ફર હોય છે તે મુખ્યત: જ્વાળામુખીય ગતિવિધિઓમાંથી આવે છે. ચંદ્રની ઉંડાઈમાં રહેલી શિલાઓમાં સલ્ફર હોય છે જ્યારે તે શિલાઓ પીગળે ત્યારે મેગ્મા બની જાય છે. સલ્ફરને મેગ્માનો ભાગ બની જાય છે. પીગળતી શિલાઓ મેગમાથી પાસે આવે છે ત્યારે સલ્ફર ગેશિયસ ફોર્મ લઈ લે તે વૉટર વેપર અને કાર્બન ડાયોક્સાઈડ સાથે નીકળે છે.

કેટલોક સલ્ફર મેગ્મામાં રહે છે અને તે ઠરતાં તે શિલાઓની અંદર જ રહી જાય છે. આ પ્રક્રિયા દર્શાવે છે કે સલ્ફર મુખ્યત: ચંદ્રની કાળી જ્વાળામુખીય ચટ્ટાનો (શિલાઓ) સાથે શા માટે જોડાયેલો છે.

ચંદ્ર ઉપરની માટીમાં સલ્ફરની શોધ : આ પ્રકારની પહેલી ઘટના છે 'ડેટા કેલિબ્રેશન' સંપૂર્ણ ન થાય ત્યાં સુધી સલ્ફરનું ચોક્કસ પ્રમાણ ન કહી શકાય પ્રજ્ઞાાન ઉપર રહેલા એલ.આઇ.બી.એસ. ઉપકરણ દ્વારા એકત્રિત કરાયેલા અનકેલિબ્રેટેડ ડેટા ઉપરથી જાણી શકાય છે કે, ધુ્રવોની પાસેની ચંદ્રની ઉચ્ચ ભૂમિની માટીમાં ચંદ્રની ભૂમધ્ય રેખાના પ્રમાણમાં અધિક સલ્ફર સાંદ્રતા હોઈ શકે, સંભવત: ઉંડી જ્વાળામુખીય માટીથી પણ તે સાંદ્રતા (કોન્સન્ટ્રેશન) વધુ હોઈ શકે.


Google NewsGoogle News