Get The App

રૂ.931 કરોડ સાથે નાયડુ સૌથી ધનિક મુખ્યમંત્રી, મમતા બેનર્જી પાસે સૌથી ઓછી સંપત્તિ: જુઓ યાદી

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
રૂ.931 કરોડ સાથે નાયડુ સૌથી ધનિક મુખ્યમંત્રી, મમતા બેનર્જી પાસે સૌથી ઓછી સંપત્તિ: જુઓ યાદી 1 - image


ADR Report, Richest-Poorest CM List : દેશમાં સૌથી અમીર અને ગરીબ મુખ્યમંત્રી કોણ, તે અંગે ઍસોસિયેશન ફૉર ડેમોક્રેટિક રિફોર્મ્સે (ADR) સોમવારે એક રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ મુજબ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ (Andhra Pradesh CM Chandrababu Naidu) સૌથી વધુ અમીર છે, જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્મમંત્રી મમતા બેનર્જી (West Bengal CM Mamata Banerjee) સૌથી ઓછી સંપત્તિ ધરાવતાં મુખ્યમંત્રી છે. ચંદ્રબાબુ નાયડુ પાસે 931 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે અને તેઓ ભારતના સૌથી અમીર મુખ્યમંત્રી છે. જ્યારે મમતા બેનર્જી માત્ર 15 લાખ રૂપિયાની સંપત્તિ સાથે સૌથી ગરીબ મુખ્યમંત્રી છે.

દેશના 31 મુખ્યમંત્રીઓની કુલ સંપત્તિ 1630 કરોડ રૂપિયા

ADRના રિપોર્ટથી મુખ્યમંત્રીઓની સરેરાશ સંપત્તિ અને દેવાની પણ માહિતી સામે આવી છે. 2023-2024ના રિપોર્ટ મુજબ ભારતમાં વ્યક્તિ દીઠ આવક 1,85,854 રૂપિયા હતી, જ્યારે એક મુખ્યમંત્રીની સરેરાશ આવક 13,64,310 રૂપિયા છે. દેશના કુલ 31 મુખ્યમંત્રીઓની કુલ સંપત્તિ 1630 કરોડ રૂપિયા છે.

ભારતના 31માંથી બે મુખ્યમંત્રી અબજપતિ છે

સૌથી અધિક સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રીઓની યાદી

1. ચંદ્રબાબુ નાયડુ (આંધ્ર પ્રદેશ)- 931 કરોડ રૂપિયા 

2. પેમા ખાંડુ (અરુણાચલ પ્રદેશ)- 332 કરોડ રૂપિયા 

3. સિદ્ધારમૈયા (કર્ણાટક)- 51 કરોડ રૂપિયા 

સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રીઓની યાદી:

1. મમતા બેનર્જી (પ. બંગાળ)- 15 લાખ રૂપિયા 

2. ઓમર અબ્દુલ્લા (જમ્મુ અને કાશ્મીર)- 55 લાખ રૂપિયા 

3. પિનરાઈ વિજયન (કેરળ)- 1 કરોડ રૂપિયા 

સૌથી વધુ દેવું ધરાવતા મુખ્યમંત્રીઓની યાદી:

1. પેમા ખાંડુ (અરુણાચલ પ્રદેશ)- 180 કરોડ રૂપિયા 

2. સિદ્ધારમૈયા (કર્ણાટક)- 23 કરોડ રૂપિયા 

3. ચંદ્રબાબુ નાયડુ (આંધ્ર પ્રદેશ)- 10 કરોડ રૂપિયા

રૂ.931 કરોડ સાથે નાયડુ સૌથી ધનિક મુખ્યમંત્રી, મમતા બેનર્જી પાસે સૌથી ઓછી સંપત્તિ: જુઓ યાદી 2 - image

રૂ.931 કરોડ સાથે નાયડુ સૌથી ધનિક મુખ્યમંત્રી, મમતા બેનર્જી પાસે સૌથી ઓછી સંપત્તિ: જુઓ યાદી 3 - image

રૂ.931 કરોડ સાથે નાયડુ સૌથી ધનિક મુખ્યમંત્રી, મમતા બેનર્જી પાસે સૌથી ઓછી સંપત્તિ: જુઓ યાદી 4 - image

રૂ.931 કરોડ સાથે નાયડુ સૌથી ધનિક મુખ્યમંત્રી, મમતા બેનર્જી પાસે સૌથી ઓછી સંપત્તિ: જુઓ યાદી 5 - image


.



Google NewsGoogle News