Get The App

નાયડુનો માસ્ટર પ્લાન, વિપક્ષની જાતિ આધારિત વસતી ગણતરીની માગનો તોડ શોધી કાઢ્યો!

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
નાયડુનો માસ્ટર પ્લાન, વિપક્ષની જાતિ આધારિત વસતી ગણતરીની માગનો તોડ શોધી કાઢ્યો! 1 - image


Caste Census vs Skill Census: એક તરફ જ્યાં I.N.D.I. ગઠબંધન જાતિ આધારિત વસતી ગણતરી પર ભાર મૂકી રહ્યું છે તો બીજી તરફ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ અલગ પ્રકારની વસતી ગણતરીની વકીલાત કરી છે. તેલુગુ દેશમ પાર્ટીએ સ્કિલ સેન્સસ એટલે કે, કૌશલ્ય વસતી ગણતરીની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ સરકાર સ્કિલ સર્વે કરવા જઈ રહી છે. 

PPP મોડલથી દેશવાસીઓને મળશે ફાયદો 

આ મુદ્દે ચંદ્રાબાબુ નાયડુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પણ સૂચન માંગ્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં લોકો પાસે જે સ્કિલ છે તેનો ડેટા એકત્ર કરવામાં આવે. તેમણે કહ્યું કે, પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડલના વિસ્તરણથી દેશવાસીઓનું જીવન શ્રેષ્ઠ થશે. 

મોદી સરકાર 3.0માં કૌશલ્ય અને રોજગારી પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. થોડા દિવસો પહેલા પીએમ મોદી સાથે મુલાકાત કર્યા બાદ તેલુગુ દેશમ પાર્ટીના વડાએ કહ્યું હતું કે, આંધ્ર પ્રદેશનો વિકાસ મારી પ્રાથમિકતા છે. 

અમે કોઈ મંત્રી પદની માગ નથી કરી 

આ દરમિયાન ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું કે, ‘અમે કેન્દ્ર પાસે કોઈ મંત્રી પદની માગ નથી કરી. વાજપેયીના સમયમાં પણ અમે મંત્રી પદ નહોતું માગ્યું. જે પણ ઓફર કરી તેનો અમે સ્વીકાર કરી લીધો.’ વાજપેયીના સમયમાં લોકસભા અધ્યક્ષનું પદ સ્વીકાર કરવાની બાબતને યાદ કરતા તેમણે કહ્યું કે, ‘મેં માત્ર ગઠબંધન સાથે સારા સબંધો બનાવી રાખવા માટે આવું કર્યું હતું.’   


Google NewsGoogle News