સત્તામાં બેસતાં જ NDAના સહયોગીએ ચલાવ્યું બુલડૉઝર, વિપક્ષની સેન્ટ્રલ ઓફિસ જ તોડી પાડી
Image : Represantative Image |
Chandrababu Naidu | આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાય.એસ.જગન મોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆરસીપીનું કાર્યાલય શનિવારે સવારે જ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું. એનડીએના સહયોગી પક્ષ ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ સરકારમાં બિરાજતા જ આ કાર્યવાહી કરી હતી.
ક્યાં આવેલું હતું કાર્યાલય
માહિતી અનુસાર વિજયવાડાના તાડેપલ્લે જિલ્લામાં વાયએસઆરસીપીનું આ કાર્યાલય આવેલું હતું. કાર્યાલયને તોડી પાડવા માટે બુલડૉઝરની મદદ લેવામાં આવી હતી. તેના તાત્કાલિક બાદ વાયએસઆરસીપીએ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) પર બદલાની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો.
બદલાની રાજનીતિનો લાગ્યો આરોપ
વાયએસઆરસીપીએ કહ્યું કે ટીડીપીએ બદલાની રાજનીતિ કરી છે. અમે આ મામલે હાઇકોર્ટમાં અપીલ કરી હોવા છતાં અમારું કાર્યાલય તોડી પાડવામાં આવ્યું. કોર્ટે પણ કોઈપણ પ્રકારની બુલડૉઝરની કાર્યવાહી પણ રોક લગાવી હતી છતાં આવી પ્રવૃત્તિ કરવામાં આવી.