Get The App

નીતિશ કુમારની જેમ ચંદ્રબાબુ નાયડુ પણ ઝૂક્યા, પરંતુ વડાપ્રધાન મોદીએ તુરંત ગળે લગાવી દીધા

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
નીતિશ કુમારની જેમ ચંદ્રબાબુ નાયડુ પણ ઝૂક્યા, પરંતુ વડાપ્રધાન મોદીએ તુરંત ગળે લગાવી દીધા 1 - image


Image Source: Twitter

Chandrababu Naidu Oath ceremony: ચંદ્રબાબુ નાયડુ હવે આંધ્ર પ્રદેશના નવા નાયક બની ગયા છે. તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના અધ્યક્ષે આજે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. અનેક મોટી હસ્તીઓ અને લાખો લોકોની હાજરીમાં રાજ્યપાલ અબ્દુલ નઝીરે તેમને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા છે. નાયડુ આ દરમિયાન ભાવુક થઈ ગયા અને વડાપ્રધાનને મળીને તેમના પગ સ્પર્શ કરવા માટે ઝૂક્યા પરંતુ પીએમ મોદીએ તુરંત તેમને ગળે લગાવી દીધા. 

આંધ્ર પ્રદેશથી આવેલી આ તસવીરોએ બિહારના સીએમ નીતિશ કુમારની યાદ તાજી કરી છે. ગત શુક્રવારે NDA સાંસદોની બેઠક ચાલી રહી હતી. આ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પોતાની ખુરશી તરફ જઈ રહ્યા હતા ત્યારે તેઓ પીએમ મોદીનો પગ સ્પર્શ કરવા ઝૂક્યા હતા પરંતુ પીએમ મોદીએ તેમનો હાથ પકડી લીધો. 

કસમ પૂરી કરીને ભાવુક નજર આવ્યા ચંદ્રબાબુ નાયડુ

બીજી તરફ આંધ્ર પ્રદેશમાં યોજાયેલા શ્પથ ગ્રહણની વાત કરીએ તો અહીં દર્શકોના જોરદાર જય-જયકાર વચ્ચે 74 વર્ષના નાયડુએ તેલુગુમાં પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ તેમને અભિનંદન આપવા માટે ગુલદસ્તો ગિફ્ટ કર્યો. આ દરમિયાન નાયડુ ખૂબ જ ભાવુક નજર આવી રહ્યા હતા અને એવું પ્રતીત થયુ કે, તેઓ પીએમના પગને સ્પર્શ કરવા માટે થોડા ઝૂક્યા. જો કે પીએમ મોદીએ તુરંત તેમને ગળે લગાવી દીધા. ત્યારબાદ તેઓ પોતાની પત્ની ભુવનેશ્વરીની બાજુમાં પોતાની ખુરશી પર આવીને બેસી ગયા. 

વર્ષ 2021માં YSR કોંગ્રેસ પાર્ટીના કેટલાક ધારાસભ્યોએ તેમની પત્નીનું કથિત અપમાન કર્યા બાદ નાયડુએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું અને પછી તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે, હું મુખ્યમંત્રી બન્યા પછી જ વિધાનસભામાં પગ મૂકીશ. હવે તેમની આ પ્રતિજ્ઞા પૂરી થતી નજર આવી રહી છે. 

પવન કલ્યાણે ભાઈ ચિરંજીવીના પગ સ્પર્શ કર્યા

સીએમ નાયડુની સાથે શપથ ગ્રહણ કરનારામાં બીજું મોટું નામ સાઉથના સુપર સ્ટાર પવન કલ્યાણનું પણ રહ્યું છે. જન સેના પ્રમુખ કલ્યાણને આંધ્ર પ્રદેશના ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. પવન કલ્યાણે મંત્રી પદના શપથ ગ્રહણ બાદ પોતાના મોટા ભાઈ મેગાસ્ટાર ચિરંજીવી પાસે જઈને તેમના પગ સ્પર્શ કર્યા હતા. 


Google NewsGoogle News