Chandra Grahan 2023: ભારતમાં આ તારીખે જોવા મળશે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, જુઓ ક્યારે અને ક્યાં દેખાશે?

વર્ષ 2023ની છેલ્લું ચંદ્રગ્રહણ 28-29 ઓકટોબરે એટલે કે શરદપૂનમની રાતે લાગશે

આ ગ્રહણ ભારતમાં પણ જોવા મળશે જે રાત્રે 11:30 વાગ્યાથી શરુ થશે

Updated: Oct 19th, 2023


Google NewsGoogle News
Chandra Grahan 2023: ભારતમાં આ તારીખે જોવા મળશે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, જુઓ ક્યારે અને ક્યાં દેખાશે? 1 - image


Chandra Grahan 2023: ચંદ્રગ્રહણની આ ખગોળીય ઘટના આ વર્ષમાં કુલ 2 છે. જે,આથી એક 5 મેના રોજ લાગી ગયું હતું અને બીજું ચંદ્રગ્રહણ આ વર્ષના અંતમાં 28-29 ઓક્ટોબરે શરદપૂનમની રાતે લાગશે. જે ભારતમાં પણ જોવા મળશે.

ક્યારે લાગશે ચંદ્રગ્રહણ?

28-29 ઓક્ટોબરની મધ્યરાત્રીએ ભારતમાં વર્ષ 2023નું છેલ્લું ચંદ્રગ્રહણ લાગશે. શનિવારે લાગતું આ ચંદ્રગ્રહણ એટલાન્ટીક મહાસાગર, હિંદ મહાસાગર, પશ્ચિમ અને દક્ષિણ પ્રશાંત મહાસાગર, આફ્રિકા, યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલીયા, દક્ષિણ અમેરિકાના પૂર્વી ઉત્તરી ભાગમાં પણ જોવા મળશે. 

ભારતમાં કેટલા વાગ્યે જોવા મળશે ચંદ્રગ્રહણ? 

ભારતીય સમૂહ અનુસાર, ચંદ્રગ્રહણ 28 ઓકટોબરની રાતે 11:30થી શરુ થશે અને રાત્રે 2:24 મીનીટે પૂરું થશે. એટલે કે આ ચંદ્રગ્રહણનો સમય 1 કલાક 19 મિનીટનો રહેશે. 

ચંદ્રગ્રહણ ક્યારે થાય છે?

પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. આ પ્રક્રિયામાં એક સમય એવો આવે છે જ્યારે ચંદ્ર, પૃથ્વી અને સૂર્ય એક જ રેખામાં આવે છે. આ દરમિયાન સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પડે છે, પરંતુ ચંદ્ર સુધી પહોંચતો નથી એટલે કે ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃતવી આવી જાય છે. આ ઘટનાને ખગોળીય ઘટના તરીકે ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.


Chandra Grahan 2023: ભારતમાં આ તારીખે જોવા મળશે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, જુઓ ક્યારે અને ક્યાં દેખાશે? 2 - image



Google NewsGoogle News