ભારતમાં દેખાશે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, જાણો સૂતકનો સમય

ભારતમાં આ ગ્રહણ 28 ઓક્ટોબરની રાતે 1:06 મીનીટે શરુ થશે અને 02:22 મીનીટે પૂરું થશે

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
ભારતમાં દેખાશે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, જાણો સૂતકનો સમય 1 - image


Lunar eclipse: વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરે થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ 28 ઓક્ટોબરે રાત્રે 11:30 કલાકે શરૂ થશે અને બપોરે 3:56 કલાકે સમાપ્ત થશે. આ સમય દરમિયાન, ચંદ્ર પ્રકાશ પડછાયો પડવાનું શરૂ કરશે, જેને ચંદ્રગ્રહણનો પેનમ્બ્રા સ્ટેજ કહેવામાં આવે છે. આ ગ્રહણ 1 કલાક 18 મિનિટ સુધી ચાલશે. જે યુરોપ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, પૂર્વ અને દક્ષિણ અમેરિકા, હિંદ મહાસાગર, એટલાન્ટિક અને એન્ટાર્કટિકા સહિત ભારતમાં દેખાશે. ચંદ્રગ્રહણ સાથે જ શરદ પૂર્ણિમા હોવાથી એ પ્રશ્ન થાય કે તો શું આજે દૂધ પૌઆનો પ્રસાદ લઇ શકાશે?

ભારતના કયા શહેરોમાં ચંદ્રગ્રહણ દેખાશે?

આ ગ્રહણ ભારતમાં 28 ઓક્ટોબરે રાત્રે 01:06 વાગ્યે દેખાવાનું શરૂ થશે અને 02:22 વાગ્યે પૂરું થશે. આ ગ્રહણ દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, અમદાવાદ, કોલકાતા, વારાણસી, કાનપુર, લખનૌ અને પ્રયાગરાજ સહિત ભારતના ઘણા શહેરોમાં જોઈ શકાશે.

દૂધ પૌઆનો પ્રસાદ લઇ શકાશે?

ચંદ્રગ્રહણ સાથે જ શરદ પૂર્ણિમા હોવાથી એ પ્રશ્ન થાય કે તો શું આજે દૂધ પૌઆનો પ્રસાદ લઇ શકાશે? તો જાણીએ 28/10/2023 ના રોજ આસો સુદ પૂનમ અને આ જ દિવસે ચંદ્રગ્રહણ પણ છે જે ભારતમાં પણ દેખાશે એટલે ધાર્મિક રીતે પણ પાળવાનું રહે છે. જેમાં કેટલાક મત મુજબ દૂધ પૌઆનો પ્રસાદ રવિવારે રાત્રે ચંદ્ર સમક્ષ અર્પણ કરીને તરત ઘરે લાવી શરદ પૂનમની ઉજવણી કરી શકાય છે. આ સિવાય દાન ધર્મ હેતુ પુણ્યકાળ રવિવારના દિવસે રહેશે. 

આંશિક ચંદ્રગ્રહણ ક્યારે થાય છે?

આંશિક ચંદ્રગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્રનો માત્ર એક ભાગ પૃથ્વીની છાયામાં પ્રવેશે છે. જો તમે જાણવા માગો છો કે ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે, તો જણાવીએ કે જ્યારે પૃથ્વી ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવે છે, ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. ચંદ્રગ્રહણ હંમેશા પૂર્ણિમાના દિવસે થાય છે. હવે પછી ચંદ્રગ્રહણ 25 માર્ચ, 2024ના રોજ થશે. જોકે, આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેથી દેશમાં સુતક લાગશે નહીં.

ભારતમાં દેખાશે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, જાણો સૂતકનો સમય 2 - image



Google NewsGoogle News