Get The App

ચંડીગઢમાં ભાજપના ખેલમાં ફસાઈ AAP-કોંગ્રેસ, મેયરની ચૂંટણીમાં 3 કાઉન્સિલરનું ક્રોસ વોટિંગ

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
ચંડીગઢમાં ભાજપના ખેલમાં ફસાઈ AAP-કોંગ્રેસ, મેયરની ચૂંટણીમાં 3 કાઉન્સિલરનું ક્રોસ વોટિંગ 1 - image


Chandigarh Mayoral Election: ચંડીગઢની મેયર ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મળીને પણ ભાજપને હરાવી ન શકી. ભાજપ ઉમેદવાર હરપ્રીત કૌર કુલ 19 મત સાથે ચૂંટણી જીતી ગયા છે. તેમજ આમ આદમી પાર્ટીના મેયર ઉમેદવાર પ્રેમલતાને 17 મત મળ્યા છે. 

બેલેટ પેપરને લઈને હોબાળો

મતદાનના શરૂઆતના કલાકોમાં બેલેટ પેપરને લઈને જોરદાર હોબાળો થયો હતો. ચંડીગઢના વોર્ડ નંબર 1 થી આમ આદમી પાર્ટીના કાઉન્સિલરે બેલેટ પેપર પર સવાલ કરતાં આરોપ લગાવ્યો કે, તેમના બેલેટ પેપર પર એક ડૉટ હતું. આ આરોપ સાથે તેઓએ અન્ય બેલેટ પેપરની માંગ કરી હતી. 

આ પણ વાંચોઃ એકનાથ શિંદેને ગઢમાં ઝટકો આપવા ભાજપ તૈયાર, મંત્રી જનતા દરબાર યોજશે, તિરાડ વધી

ભાજપને હરાવવા કરાયું ગઠબંધન

નોંધનીય છે કે, ચંડીગઢ નગર પાલિકામાં કુલ સંખ્યાબળ 35 છે. પાલિકાના 35 કાઉન્સિલરો સાથે ચંડીગઢના સાંસદ પણ મેયરની ચૂંટણીમાં મતદાન કરે છે. કુલ મળીને 36 મત છે અને સો ટકા પોલિંગ હોય છે. કોઈ મત રદ ન થાય તો ચૂંટણી જીતવા માટે 19 મતની જરૂર પડે છે. નંબર ગેમની વાત કરીએ તો ભાજપ 16 કાઉન્સિલર સાથે સૌથી મોટી પાર્ટી છે. જોકે, ભાજપને હરાવવા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કરી એકસાથે ચૂંટણી લડી હતી.

આ પણ વાંચોઃ બાળકો સામે જ દુષ્કર્મ આચરી એસિડ એટેક કર્યો, આસામમાં પાડોશીએ બર્બરતાની હદ વટાવી

હરિયાણા હાઈકોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશને નિરીક્ષક તરીકે નિયુક્ત કરાયા

આ સિવાય કોઈપણ મત રદ ન થાય તેમજ ક્રોસ વોટિંગ ન થાય તે માટે સતર્ક હતી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને પાર્ટીએ વોટિંગ પહેલાં પોતપોતાના કાઉન્સિલરોને રિઝોર્ટમાં રાખ્યા હતાં. આમ આદમી પાર્ટીના કાઉન્સિલર પંજાબ પોલીસની નજરમાં હતાં તો વળી કોંગ્રેસ કાઉન્સિલર પર પાર્ટીના વરિષ્ઠ નેતાઓ નજર રાખીને બેઠા હતાં. ગત વર્ષે મેયર ચૂંટણીમાં થયેલી ગડબડને જોતાં સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશ જયશ્રી ઠાકુરને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.



Google NewsGoogle News