Get The App

ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ધાંધલીના આરોપો વચ્ચે પ્રિસાઈડિંગ ઓફિસરનો VIDEO વાયરલ, CJI ભડક્યાં

CJI ડી.વાય.ચંદ્રચૂડે આકરી ટિપ્પણી કરતાં તેને લોકતંત્રની હત્યા પણ ગણાવી દીધી હતી

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ધાંધલીના આરોપો વચ્ચે પ્રિસાઈડિંગ ઓફિસરનો VIDEO વાયરલ, CJI ભડક્યાં 1 - image

image :  Twitter



Anil Masih Viral Video Chandigarh Mayor Election: ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ગેરરીતિનો મામલો હવે સુપ્રીમકોર્ટમાં પહોંચી ગયો છે. આ મામલે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય.ચંદ્રચૂડે આકરી ટિપ્પણી કરતાં તેને લોકતંત્રની હત્યા પણ ગણાવી દીધી હતી. આપ પાર્ટી ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ મૂકી રહી છે. આ દરમિયાન જ પ્રિસાઈડિંગ ઓફિસર અનીલ મસીહનો વધુ એક વીડિયો વાયરલ થતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. 

શું દેખાય છે VIDEO માં? 

માહિતી અનુસાર અનીલ મસીહ બેલેટ પેપર પર સહી કરતી વખતે કેમેરા તરફ જોયા કરે છે. આ વીડિયો સામે આવ્યા બાદ અનીલ મસીહની કાર્યવાહી સામે સતત સવાલો ઊઠવા લાગ્યા છે. આપ નેતાઓએ સવાલો ઊઠાવ્યાં છે કે શું ચંડીગઢમાં 30 જાન્યુઆરીએ યોજાયેલ મેયરની ચૂંટણી નિષ્પક્ષ હતી? 

CJI પણ ભડક્યાં હતાં

અગાઉ પણ ચૂંટણી દરમિયાન અનીલ મસીહનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તે બેલેટ પેપર પર કલમ ચલાવતા દેખાઈ રહ્યા હતા. સુપ્રીમકોર્ટમાં વીડિયો રજૂ કરાયો હતો. જેના બાદ સીજેઆઈએ તેને લોકતંત્રની મજાક ગણાવતાં અનીલ મસીહ સામે કેસ દાખલ કરવાની વાત પણ કહી હતી. તેમણે પંજાબ-હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને ચંડીગઢ મેયરની ચૂંટણી સંબંધિત તમામ રેકોર્ડ સુરક્ષિત કરવા પણ કહ્યું હતું. હવે આ મામલે 12 ફેબ્રુઆરીએ સુનાવણી થશે. 

ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ગેરરીતિનો શું છે મામલો? 

આમ આદમી પાર્ટીએ ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ધાંધલી કરી ભાજપના ઉમેદવારને જીતાડવાનો આરોપ લગાવ્યો છે. તેનો આરોપ છે કે કોંગ્રેસ-આપ ગઠબંધન પાસે 20 વોટ હોવા છતાં ભાજપના ઉમેદવારને 16 વોટ સાથે વિજેતા જાહેર કરાયા. આ ચૂંટણીમાં 8 વોટ ગેરકાયદે જાહેર કરાયા હતા. જેના લીધે આમ આદમી પાર્ટીના મેયર ઉમેદવાર કુલદીપ કુમાર પાસે 12 જ વોટ રહી ગયા હતા અને તેમણે પરાજયનો સામનો કરવો પડ્યો. 

ચંડીગઢ મેયરની ચૂંટણીમાં ધાંધલીના આરોપો વચ્ચે પ્રિસાઈડિંગ ઓફિસરનો VIDEO વાયરલ, CJI ભડક્યાં 2 - image



Google NewsGoogle News