ચંડીગઢ મેયરની ચૂંટણી અંગે ''સામે'' સુપ્રીમ કોર્ટમાં અરજી કરી : તત્કાલ કેસની સુનાવણી કરવા વિનંતી કરી
- ભાજપના ઉમેદવાર મનોજ સોનકરની ચૂંટણી ઉપર ''સ્ટે'' મૂકવા હાઈકોર્ટે ઈન્કાર કરતા સુપ્રીમમાં અરજી કરાઈ
નવી દિલ્હી : ચંડીગઢના મેયરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનોજ સોનકરને વિજેતા જાહેર કરવી. તે ચૂંટણી ઉપર ''સ્ટે'' મુકવાનો હરિયાણા-પંજાબ હાઈકોર્ટ ઈન્કાર કર્યા પછી આપ અને કોંગ્રેસના ઉમેદવાર કુલદીપકુમારે સુપ્રીમ કોર્ટમાં આજે અરજી કરી છે. તે અંગે કોંગ્રેસના વરીષ્ટ નેતા અને ખાતનામ કાઉન્સેલ અભિષેક મનુ સિંધવીએ સર્વોચ્ચ અદાલતને કેસની સુનાવણી તત્કાલ હાથ ધરવા કરેલી વિનંતીનો મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડના નેતૃત્વ નીચેની બેન્ચે તુર્ત જ ઈન્કાર કર્યો હતો. આ અંગે ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે સિંધવીને કહ્યું હતું કે મને વિધિવત્ ઈ-મેઈલ મોકલો હું તે માટેની સુનાવણી તત્કાલ હાથ ધરીશ.
એવું પણ કહેવાય છે કે આ ચૂંટણી એટલી તીવ્ર રસાકસી બની રહી હતી કે તેમાં અફડા-તફડી પણ થઈ હતી. જેમાં આપ-કોંગ્રેસના સંયુક્ત ઉમેદવાર કુલદીપકુમારને માથામાં ઈજા પણ થઈ હતી.
તે સર્વવિદિત છે કે ભાજપ અને કોંગ્રેસ-આપ વચ્ચે ચંડીગઢના મેયરની ચૂંટણી ભારે રસાકસીભરી બની રહી હતી. તેમાં અડફા-તફડી થઈ હોવાનું પણ કહેવાય છે. સાથે મતપત્રકો સાથે ચેડાં કરાયા હોવાનું પણ કહેવાય છે.
આ ચૂંટણીમાં ભાજપના મનોજ સોનકરે ૧૬ મત મેળવ્યા હતા. જ્યારે કોંગ્રેસ-આપે સંયુક્ત રીતે મુકેલા ઉમેદવાર કુલદીપકુમારને ૧૨ મત મળ્યા હતા અને ૮ મત 'અયોગ્ય' ગણી પ્રીઆઈડીંગ ઓફીસરે રદ કર્યા હતા. કોંગ્રેસ આપતું માનવું છે તે આઠે-આઠ મત અમારા ઉમેદવાર કુલદીપદુમારને જ મળે તેમ હતા. જો તે પ્રીસાઈડીંગ ઑફિસરે પ્રીસાઈડીંગ ઑફીસરની મન-મરજી પ્રમાણેની કાર્યવાહીને લીધે જ કુલદીપકુમાર પરાજિત થયા હતા. કોંગ્રેસના સભ્ય તેવા કુલદીપકુમારે કહ્યું હતું કે ''માત્ર આ ચૂંટણી વિવાદ જ નથી, પરંતુ જાહેર પદ પરના અધિકારના દુરૂપયોગનો કેસ છે. આથી જાહેર પદો ઉપર રહેલા અધિકારીઓ ઉપરથી લોકોને વિશ્વાસ ઊઠી જસે. વળી તે સંવૈધાનિક રીતે પણ ખોટું છે તેમજ ઉચ્ચ અધિકારી દ્વારા જનતાના કરાતા વિશ્વાસઘાત સમાન છે. હાઈકોર્ટને પરિણામો ઉપર ''સ્ટે'' ન આપ્યો, તે તેના જ ગૌરવભંગ સમાન છે.''