Get The App

ચંડીગઢમાં હેન્ડ ગ્રેનેડ વિસ્ફોટ, ત્રણ અજાણ્યા શખસો ઘટનાને અંજામ આપી ફરાર

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
ચંડીગઢમાં હેન્ડ ગ્રેનેડ વિસ્ફોટ, ત્રણ અજાણ્યા શખસો ઘટનાને અંજામ આપી ફરાર 1 - image
Image Twitter 

Chandigarh hand Grenade blast: ચંડીગઢના સેક્ટર-10માં ત્રણ અજાણ્યા હુમલાખોરોએ હેન્ડ ગ્રેનેડ વડે વિસ્ફોટ કર્યોના સમાચાર સામે આવ્યા છે.  ઘટના બાદ ત્રણેય હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ત્રણ અજાણ્યો શખસો ઘટનાને અંજામ આપી ફરાર

મળતી માહિતી મુજબ ત્રણેય હુમલાખોરોએ સેક્ટર-10માં એક ઘર પાસે હેન્ડ ગ્રેનેડ વિસ્ફોટ કર્યો હતો. હેન્ડ ગ્રેનેડ વિસ્ફોટ થતાં જ વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. જો કે પ્રાપ્ત માહિતી પ્રમાણે હાલમાં કોઈ જાનમાલના નુકસાન થયાના કોઈ સમાચાર નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. માહિતી મુજબ આ હુમલાને અંજામ આપનારા હુમલાખોરોની સંખ્યા ત્રણ હતી અને તેઓ હેન્ડ ગ્રેનેડ ફેંકીને ફરાર થઈ ગયા હતા.


Google NewsGoogle News