Get The App

'થોડી જ વારમાં બોમ્બથી ઉડાવી દઈશું...': ચંદીગઢની સરકારી હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
'થોડી જ વારમાં બોમ્બથી ઉડાવી દઈશું...': ચંદીગઢની સરકારી હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી 1 - image


Chandigarh Bomb Threat: દેશની રાજધાની બાદ હવે ચંદીગઢના સેક્ટર-32ની મેન્ટલ હેલ્થ ઈન્સ્ટિટ્યૂટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હોસ્પિટલના મનોવૈજ્ઞાનિક વિભાગને ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે.

ધમકી મળ્યા બાદ હોસ્પિટલમાં હડકંપ

ધમકી મળ્યા બાદ હોસ્પિટલમાં હડકંપ મચી ગયો છે. માહિતી મળતાની સાથે જ ચંદીગઢ પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય ઘણી તપાસ ટીમો હોસ્પિટલ પહોંચી ગઈ હતી. બોમ્બ સ્ક્વોડની મદદથી હોસ્પિટલની દરેક વિગતોની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ આ સર્ચ ઓપરેશનમાં હજું સુધી કંઈ નથી મળ્યું. પ્રાપ્ત માહિતી પ્રમાણે ચંદીગઢના સેક્ટર 32માં આ સરકારી હોસ્પિટલ છે. અહીં મેન્ટલ હેલ્થ ઈન્સ્ટિટ્યૂટને બોમ્બથી ઉડાવી દેવા માટે એક ધમકીભર્યો મેઈલ કરવામાં આવ્યો હતો. મેલમાં લખવામાં આવ્યું છે કે, થોડી જ વારમાં મેન્ટલ હેલ્થ ઈન્સ્ટિટ્યૂટને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. 

પોલીસે સમગ્ર વિસ્તારને ખાલી કરાવ્યો 

આ મામલે પોલીસે જણાવ્યું કે, મોકલવામાં આવેલા મેઈલમાં લખવામાં આવ્યું છે કે હોસ્પિટલમાં બોમ્બ મુકવામાં આવ્યો છે. ટૂંક સમયમાં બ્લાસ્ટ થશે અને તમે બધા માર્યા જશો. પોલીસનું કહેવું છે કે 10:45 થી 10:15 સુધી વારંવાર મેઈલ મોકલવામાં આવ્યો હતો. મેલમાં ચંદીગઢની સાથે દિલ્હી અને દક્ષિણ ભારતના મેન્ટલ હેલ્થ ઈન્સ્ટિટ્યૂટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પોલીસે સમગ્ર વિસ્તારને ખાલી કરાવ્યો છે.

ગત મહિને દિલ્હીમાં ઘણી વખત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા મેઈલ આવ્યા હતા. જો કે, તપાસ દરમિયાન શાળાઓમાં કંઈ નહોતું મળ્યું. આવા મેઈલ સતત મળવાને કારણે પોલીસ પ્રશાસનને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


Google NewsGoogle News