દિબ્રૂગઢ એક્સપ્રેસ દુર્ઘટના કાવતરું? ટ્રેન પાટા પરથી ઉતરી ત્યારે લોકો પાયલટે સાંભળ્યો હતો વિસ્ફોટનો અવાજ

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News
Dibrugarh Express Accident


Dibrugarh Express Accident : ઉત્તર પ્રદેશના ગોંડામાં આજે એક ટ્રેન પાટા પરથી ખડી પડી છે. ચંદીગઢથી દિબ્રુગઢ જઈ રહેલી દિબ્રુગઢ એક્સપ્રેસના 10થી 12 કોચ પાટા પરથી ઉતરી  પડ્યા હતા, જેમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે 26 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. હવે આ દુર્ઘટના અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. ટ્રેનના લોકો પાયલટના નિવેદન બાદ ટ્રેન દુર્ઘટના પાછળ ષડયંત્રની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અકસ્માત પહેલા વિસ્ફોટનો અવાજ સંભળાયો !

ટ્રેનના લોકો પાયલટના જણાવ્યા પ્રમાણે, અકસ્માત પહેલા વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. લોકો પાયલટે આપેલી માહિતીના આધારે રેલવે પ્રશાસન દ્વારા અલગ-અલગ પાસાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ દીધી છે. નોર્થ ઈસ્ટર્ન રેલવેના સીપીઆરઓ પંકજ સિંહના જણાવ્યા હતું કે, 'CRS (કમિશ્નર ઓફ રેલવે સેફ્ટી) તપાસ આદેશ આપવામાં આવ્યાં છે. અકસ્માતમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થવાની સાથે છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.'

આ પણ વાંચો : યુપીમાં દિબ્રૂગઢ ટ્રેન દુર્ઘટનામાં તપાસના આદેશ, મૃતકો અને ઈજાગ્રસ્તો માટે કરાઈ વળતરની જાહેરાત

રેલવેના ડબ્બાના કાચ તોડીને ફસાયેલા મુસાફરોને બહાર નીકાળ્યાં

ગોંડા-ગોરખપુર રેલવે લાઇન પર મોતીગંજના રામપુર ગામ નજીક બપોરે ત્રણ વાગ્યે ચંદીગઢ-દિબ્રુગઢ એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી જતી પાંચ જેટલા ડબ્બા પલટી મારી ગઈ હતી. રેલવે વિભાગ અને પોલીસને ઘટના જાણ થતાં સ્થળ પર પહોંચીને ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ડીએમ નેહા શર્માના ઘટનામાં ચાર લોકોના મોત થયાની જાણકારી આપી હતી. જ્યારે અન્ય અધિકારીએ બે મોત નીપજ્યાં હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત, ઘટનામાં અનેક લોકોને રેલવેના ડબ્બાના કાચ તોડીને બહાર નીકાળવામાં આવ્યા હતા. 

રેલવે સુરક્ષા કમિશનરને તપાસના આદેશ, મૃતકના પરિવારજનોને 10 લાખની આર્થિક સહાય

મનકાપુર-ગોંડા વચ્ચે આવેલા ઝિલાહી સ્ટેશન નજીક ટ્રેન અકસ્માત સર્જાયો હતો. ટ્રેનના લોકો પાયલટે અકસ્માત પહેલા વિસ્ફોટનો અવાજ સાંભળાયો હોવાના ખુલાસો કર્યો હતો. આ ઘટનાને લઈને રેલવે સુરક્ષા કમિશનરને તપાસના આદેશ કરવામાં આવ્યાં છે. ત્યારે રેલવે મંત્રાલયએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ, ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફોરને 2.5-2.5 લાખ અને સામાન્ય ઈજાઓ પહોંચેલા લોકોને 50-50 હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : કુપવાડા એન્કાઉન્ટરમાં બે આતંકીઓ ઠાર, ડોડામાં પણ ઓપરેશન ચાલુ

CRS તપાસના આદેશ આપવામાં આવ્યાં

નોર્થ ઈસ્ટર્ન રેલવેના સીપીઆરઓ પંકજ સિંહે પુષ્ટિ કરી હતી કે, ટ્રેન અકસ્માતમાં બે મુસાફરોના પગ કપાયા હતા. જ્યારે સૌથી વધુ એસી કોચના 25 મુસાફરો ઘાયલ થયાં હતા. ઘટનાને લઈને કમિશ્નર ઓફ રેલવે સેફ્ટી તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. આ પછી ઘટના અંગેની સચોટ જાણકારી મેળવવામાં આવશે. બીજી તરફ, લોકો પાયલટના કહેવા પ્રમાણે સૌપહેલા વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો


Google NewsGoogle News