બહુ ગાજેલી અગ્નિવીર યોજનામાં ફેરફાર થવાની શકયતા, સેવાલાભ અને વેતન સુધરશે ?
કેન્દ્ર સરકાર કોઇ મોટો હકારાત્મક નિર્ણય લઇ શકે છે.
વિપક્ષો દ્વારા અગ્નિવીર યોજનાનો વિરોધ થાય છે
નવી દિલ્હી,૬ સપ્ટેમ્બર,૨૦૨૪,શુક્રવાર
લોકસભાની ચુંટણીમાં અને પછી પણ દેશની સેનામાં યુવાઓની ભરતી માટેની અગ્નિવીર યોજના ચર્ચાનો વિષય રહી છે. વિપક્ષો દ્વારા સંસદમાં પણ સરકારની અગ્નિવીર યોજના બાબતે હંગામો થતો રહયો છે. અગ્નિવીરમાં ૪ વર્ષ માટે લાયકાત ધરાવતા યુવાઓને સૈન્ય સેવામાં ભરતી કરવામાં આવે છે તેના સ્થાને કાયમી હોવા જોઇએ અને પેન્શન તથા બીજા લાભો પણ મળવા જોઇએ એવી માંગણીઓ થતી રહી છે.
કોંગ્રેસના વરિષ્ઠ અને વિપક્ષના નેતા રાહુલગાંધીએ અગ્નિવીર યોજનાનો ખૂબ વિરોધ કરેલો છે. શહિદ થતા અગ્નિવીરોને શહિદનો દરજજો અને નાણાકિય લાભોમાં અસમાનતાના આરોપો થતા રહયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંરક્ષણ મંત્રાલય દ્વારા અગ્નિપથ યોજના પર પુર્ન વિચાર કરવામાં આવી રહયો છે. નવા પ્રસ્તાવમાં કેન્દ્ર સરકાર અગ્નિ વીર યોજનામાં સુધારો કરે તેવી શકયતા, અગ્નિપથના પ૦ ટકા સૈનિકોને સેનામાં સેવાલાભ અને અગ્નિવીરના વેતન તથા ભથ્થાને લઇને મોટો ફેરફાર થાય તેવી શકયતા છે. હરિયાણા વિધાનસભાની ચુંટણી પર વિપરિત અસર ના પડે માટે કેન્દ્ર સરકાર કોઇ મોટો હકારાત્મક નિર્ણય લઇ શકે છે.