ચાણક્ય નીતિ : આ આદતો સમય પહેલા વ્યક્તિને બનાવી દે છે વૃદ્ધ, આજથી જ કરો બદલાવ
ચાણક્ય નીતિ મુજબ વ્યક્તિની કેટલીક આદતો તેને અકાળે વૃદ્ધ કરી દે છે
જે વ્યક્તિ વધારે મુસાફરી કરે છે તે સમય પહેલા વૃદ્ધ થઈ જાય છે
Image Twitter |
આચાર્ય ચાણક્ય દેશમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. તેમને એક રાજકારણી, વ્યૂહનીતિકાર, સમાજશાસ્ત્રી તેમજ અર્થશાસ્ત્રી તરીકે માનવામાં આવે છે. તેમને ઘણા વિષયોમાં ઊંડી સમજ અને જ્ઞાન હતું. તેમના આ જ્ઞાનના બળે એક સામાન્ય બાળકને રાજા બનાવી દીધો હતો. આજે પણ લોકો આચાર્ય ચાણક્ય દ્વારા લખાયેલી ચાણક્ય નીતિઓનું પાલન કરે છે. ચાણક્ય નીતિમાં એવી કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે વ્યક્તિને સફળ બનાવવામાં મદદરુપ સાબિત થાય છે. ચાણક્ય નીતિ મુજબ વ્યક્તિની કેટલીક આદતો તેને અકાળે વૃદ્ધ કરી દે છે, જે આદતો આપણમાં હોય તો સુધારવી જોઈએ.
શારીરિક સુખ
આચાર્ય ચાણક્યે ચાણક્ય નીતિમાં કહ્યું છે કે, જીવનને સુખમય બનાવવા માટે શારીરિક સુખ ખૂબ જરૂરી છે. કારણ કે તેના વગર જીવન નીરસ થઈ જાય છે. જે સંસારી માણસ છે તેને શારીરિક સુખ મેળવવું જરુરી છે. તેનાથી માનસિક શાંતિ તેમજ આનંદ મળે છે. જે લોકોને શારીરિક સુખ નથી મળતું તે સમય પહેલા એટલે કે અકાળે વૃદ્ધ થઈ જાય છે.
વધુ મુસાફરી
ચાણક્ય નીતિમાં કહ્યું છે કે, જે વ્યક્તિ વધારે મુસાફરી કરે છે તે સમય પહેલા વૃદ્ધ થઈ જાય છે. તેની પાછળનું કારણ છે વ્યક્તિની રોજીંદી ક્રિયા બરોબર સેટ રહેતી નથી. તેમણે કહ્યું છે કે, મુસાફરી દરમિયાન વ્યક્તિની રહેણી-કરણી તેમજ ખાન-પાન યોગ્ય રીતે ગોઢવાતું નથી અને જેના કારણે શરીરમાં કમજોરી આવી જાય છે અને ધીરે-ધીરે વ્યક્તિ વૃદ્ધ થઈ જાય છે.
બંધનમાં જીવતો વ્યક્તિ
ચાણક્ય નીતિમાં કહ્યું છે કે, જે વ્યક્તિ કોઈ બંધનમાં રહે છે તે અકાળે વૃદ્ધ થઈ જાય છે. કારણ કે બંધનમાં રહેવાથી માણસ ખુલ્લીને તેના વિચારો, ભાવનાઓ વ્યક્ત કરી શકતો નથી અને અંદરો- અંદર વિચારોથી ઘેરાયેલો રહે છે જેનાથી તે અકાળે વૃદ્ધ થઈ જાય છે.
નેગેટિવિટી (નકારાત્મક વિચારો)
ચાણક્ય નીતિમાં કહ્યું છે કે, જે લોકો હંમેશા નકારાત્મક વિચારે છે તે પણ અકાળે વૃદ્ધ થઈ જાય છે. કારણ કે આવા લોકો આનંદ ઉલ્લાસથી ખુલ્લીને જીવી શકતા નથી અને સતત નકારાત્મરતાને કારણે આસપાસનો માહોલ પણ ચિંતામય થઈ જાય છે. અને પોતે પણ સતત ચિંતામાં રહે છે. એક કહેવત પ્રમાણે ચિંતા એ ચિતા સમાન છે,