Get The App

રામલલાની મૂર્તિ ફાઈનલ થવા અંગે ચંપત રાયે કહ્યું- 'હાલ હું કંઈ નહીં કહું, 17 જાન્યુઆરીએ રામભક્તોને અપાશે માહિતી'

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
રામલલાની મૂર્તિ ફાઈનલ થવા અંગે ચંપત રાયે કહ્યું- 'હાલ હું કંઈ નહીં કહું, 17 જાન્યુઆરીએ રામભક્તોને અપાશે માહિતી' 1 - image


Image Source: Twitter

- કર્ણાટકના જાણીતા શિલ્પકાર અરુણ યોગીરાજે બનાવેલી મૂર્તિ પર મહોર લગાવી દેવામાં આવી છે

નવી દિલ્હી, તા. 02 જાન્યુઆરી 2024, મંગળવાર

22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંગે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે હવે ભવ્ય રામ મંદિરમાં સ્થાપિત કરવા માટે રામલલાની ત્રણ મૂર્તિઓમાંથી એક મૂર્તિ ફાઈનલ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ X પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. ત્રણ મૂર્તિઓમાંથી કર્ણાટકના જાણીતા શિલ્પકાર અરુણ યોગીરાજે બનાવેલી મૂર્તિ પર મહોર લગાવી દેવામાં આવી છે. 

જોકે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આજે કહ્યું કે, હું આ મામલે અત્યારે કંઈ નહીં કહું. મૂર્તિકાર મંદિર સમિતિ જ તેના પર અંતિમ નિર્ણય લેશે. માહિતી મળી છે કે મૂર્તિ પર મહોર લાગી ચૂકી છે પરંતુ ટ્રસ્ટ 17 જાન્યુઆરીએ રામભક્તોને આપશે માહિતી. આ દિવસે રામનગરીમાં નગરયાત્રા કાઢવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ X પર લખી આ વાત

આ પહેલા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ X પર લખ્યું હતું કે, 'જ્યાં રામ છે ત્યાં હનુમાન છે. અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે મૂર્તિની પસંદગી થઈ ગઈ છે. આપણા દેશના પ્રસિદ્ધ શિલ્પકાર, આપણું ગૌરવ અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની મૂર્તિ અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે.' જો કે, ત્યારબાદ તેમણે ટ્વિટ ડિલિટ કરી દીધું હતું.

મૂર્તિ નિર્માણ માટે આ ધોરણો નક્કી કરાયા હતા

- મૂર્તિની કુલ ઉંચાઈ 52 ઈંચ હોવી જોઈએ

- શ્રી રામના હાથ ઘૂંટણ જેટલા લાંબા હોવા જોઈએ

- માથું સુંદર, આંખો મોટી અને કપાળ ભવ્ય હોવું જોઈએ.

- કમળના ફૂલ પર સ્થાયી મુદ્રામાં પ્રતિમા

- હાથમાં તીર અને ધનુષ

- મૂર્તિમાં પાંચ વર્ષના બાળકની બાળ સુલભ કોમળતા પ્રતિબિંબિત થવી જોઈએ

સોશિયલ મીડિયા પર યોગીરાજનું મોટી ફેન ફોલોઈંગ

યોગીરાજ એક જાણીતું નામ છે અને સોશિયલ મીડિયા પર તેની મોટી ફેન ફોલોઈંગ છે. પ્રખ્યાત શિલ્પકાર યોગીરાજ શિલ્પીના પુત્ર 37 વર્ષીય અરુણ યોગીરાજ મૈસુર મહલના શિલ્પકારોના પરિવારમાંથી આવે છે. અરુણના પિતાએ ગાયત્રી અને ભુવનેશ્વરી મંદિરો માટે પણ કામ કકરી ચૂક્યા છે. MBAનો અભ્યાસ કરી ચૂકેલા યોગીરાજ પાંચમી પેઢીના શિલ્પકાર છે. એમબીએની ડિગ્રી લીધા બાદ તેમણે એક પ્રાઈવેટ કંપનીમાં પણ કામ કર્યું પરંતુ શિલ્પકાર બનવા માટે 2008માં નોકરી છોડી દીધી હતી.


Google NewsGoogle News