વધુ એક રાજ્યમાં 'ઓપરેશન લોટસ'? અનેક ધારાસભ્યો સાથે ભાજપમાં સામેલ થઈ શકે છે આ પૂર્વ CM

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
વધુ એક રાજ્યમાં 'ઓપરેશન લોટસ'? અનેક ધારાસભ્યો સાથે ભાજપમાં સામેલ થઈ શકે છે આ પૂર્વ CM 1 - image


Jharkhand Politics News : ઝારખંડમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જોકે તે પહેલા પૂર્વ મુખ્યમંત્રી ચંપઈ સોરેન (Champai Soren) અને પૂર્વ ધારાસભ્ય લોબિન હેમ્બ્રમ (Lobin Hembrom) ભાજપ (BJP)માં સામેલ થતા સત્તાધારી પાર્ટી ઝારખંડ મુક્તિ મોર્ચાને મોટો ઝટકો લાગ્યો છે. ચંપઈ સોરેન આગામી એક-બે દિવસમાં દિલ્હી જવાના છે અને અહીં તેઓ ભાજપના કેટલાક મોટા નેતાઓ સાથે મુલાકાત કરી ભાજપની સભ્યપદ લઈ શકે છે. તેમની સાથે અનેક ધારાસભ્યો પણ ભાજપમાં જોડાવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

ચંપઈ સોરેન કેમ થયા નારાજ ?

ઝારખંડની રાજકીય ઉથલપાથલમાં એવી ચર્ચાઓ થઈ રહી છે કે, ચંપઈ સોરેનને મુખ્યમંત્રી પદેથી હટાવવાના કારણે તેઓ નારાજ છે. થોડા મહિના પહેલા મુખ્યમંત્રી હેમંત સોરેન (CM Hemant Soren) જમીન કૌભાંડમાં જેલમાં ધકેલાયા હતા અને તેમના સ્થાને ચંપઈ સોરેનને કમાન સોંપાઈ હતી. જોકે જેલમાં પાંચ મહિના રહ્યા બાદ હેમંત 28 જૂને મુક્ત થતાં ચંપઈ સોરેનને મુખ્યમંત્રી પદેથી હટાવી પોતે મુખ્યમંત્રી ગયા. ત્યારથી ચંપઈ સોરેન નારાજ હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો : હવે છ નહીં પાંચ વર્ષની સરકાર, વિધાનસભાની બેઠકો પણ વધી...: જમ્મુ કાશ્મીરમાં પહેલીવાર આ રીતે થશે ચૂંટણી

ચંપઈ સોરેન ઝારખંડના જાણિતા અને દિગ્ગજ નેતા

ચંપાઈ સોરેન બે ફેબ્રુઆરીથી 3 જુલાઈ 2024 સુધી ઝારખંડના મુખ્યમંત્રી રહ્યા હતા. તેમની ગણતરી JMMના વરિષ્ઠ નેતાઓમાં થાય છે. તેઓ સાત વખત ધારાસભ્ય બન્યા છે. તેઓ 1991માં પ્રથમ વખત સરાયકેલા સીટ પરથી ધારાસભ્ય બન્યા હતા. હેમંત સોરેને 2019માં ચંપાઈ સોરેનને કેબિનેટ મંત્રી પણ બનાવ્યા હતા. તેમને પરિવહન, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ અને પછાત વર્ગ કલ્યાણની જવાબદારી સોંપાઈ હતી.

ઝારખંડમાં ટૂંક સમયમાં યોજાઈ શકે છે વિધાનસભા ચૂંટણી

ઝારખંડમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. રાજ્યની કુલ 82 વિધાનસભા બેઠકોમાંથી જેએમએમ 27 ધારાસભ્યો સાથે સૌથી મોટી પાર્ટી છે. આ ઉપરાંત જેએમએમ ‘ઈન્ડિયા ગઠબંધન’નો પણ સાથી પક્ષ છે. જેએમએમ કોંગ્રેસ, સીપીઆઈ-એમએલ અને આરજેડી સાથે ગઠબંધન કરીને રાજ્યમાં સત્તામાં છે. કોંગ્રેસ પાસે 18, સીપીઆઈ-એમએલ અને આરજેડી પાસે એક-એક ધારાસભ્ય છે.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી ક્યારે? ચૂંટણી પંચે તારીખો જાહેર કરી


Google NewsGoogle News