VIDEO : પર્વત પર ભયાનક ભૂસ્ખલનનું દૃશ્ય કેમેરામાં કેદ, બદ્રીનાથ હાઈવે પર અફરા-તફરી
Landslide In Uttarakhand: ઉત્તરાખંડના ચમોલીમાં પાતાળ ગંગા વિસ્તારમાં ભયાનક ભૂસ્ખલનની ઘટના બની છે. જેના કારણે જોશીમઠ-બદ્રીનાથ હાઈવે તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે, હજુ સુધી કોઈ કોઈ જાનહાનિ થયાના સમાચાર મળ્યા નથી.
જોશીમઠ-બદ્રીનાથ હાઈવે બંધ કરાયો
ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલની ઘટનાઓ વધી રહી છે. ચમોલી જિલ્લામાં પ્રવાસીઓની નજર સામે ભયાનક ભૂસ્ખલન થતાં લોકો ભયભીત બન્યા હતા. થોડી જ ક્ષણોમાં પહાડનો મોટો હિસ્સો તૂટી પડ્યો હતો. લોકોએ આ ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. ભૂસ્ખલન થયા બાદ પર્વતનો કાટમાળ રસ્તા પર પડ્યો હતો. આ કારણે જોશીમઠ-બદ્રીનાથ (NH-7) હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે.
અગાઉ પણ આ પ્રકારની દુર્ઘટના
આ પહેલા મંગળવારે (9 જુલાઈ) જોશીમઠમાં બદ્રીનાથ નેશનલ હાઈવે પર ભયાનક ભૂસ્ખલનની ઘટના બની હતી. ભૂસ્ખલનથી મોટા ભાગનો કાટમાળ ખીણમાં પડ્યો હતો. બાદમાં બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે દર વર્ષે ચોમાસાની ઋતુમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ બને છે. ઉત્તરાખંડમાં વરસાદ આફત બન્યો છે. અહીં ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન થવાને કારણે સમસ્યા સર્જાઈ રહી છે. હાઈવે પર ટ્રાફિક જામના કારણે વાહનવ્યવહાર ખોરવાય છે. આ સ્થિતિમાં ચારધામ યાત્રાએ જનારા સહિત સ્થાનિક લોકોની અવરજવરમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે.
BMW હિટ એન્ડ રન કેસ: ભારે વિરોધ બાદ આખરે શિવસેનાએ આરોપીના પિતા સામે કરી કાર્યવાહી