Get The App

કર્ણાટક-કેરળના મુખ્યમંત્રીઓએ દિલ્હીમાં કેન્દ્ર વિરુદ્ધ શા માટે થઇ રહ્યું છે પ્રદર્શન?

કર્ણાટક બાદ હવે કેરળના મુખ્યમંત્રી પી વિજયન દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરવા પહોંચ્યા

કેન્દ્ર સરકાર પર ફંડ ફાળવણીમાં ભેદભાવનો આરોપ લગાવ્યો

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
કર્ણાટક-કેરળના મુખ્યમંત્રીઓએ દિલ્હીમાં કેન્દ્ર વિરુદ્ધ શા માટે થઇ રહ્યું છે પ્રદર્શન? 1 - image


Pinarayi Vijayan Protest: છેલ્લા બે દિવસથી દક્ષિણ ભારતના બે મોટા રાજ્યોના મુખ્યમંત્રીઓ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન યોજી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પોતાના તમામ ધારસભ્યો,સાંસદો અને વિધાનપરિષદના સભ્યોને લઈને વિરોધ પ્રદર્શન કરવા દિલ્હી પહોંચ્યા હતા. બીજી તરફ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પોતાના ધારાસભ્યો અને સાંસદો સાથે દિલ્હીમાં છે. બંને રાજ્યોના પ્રદર્શનનું કારણ એક જ છે. બંને રાજ્યોના મુખ્યમંત્રીનો આક્ષેપ છે કે કેન્દ્ર સરકાર દક્ષિણ ભારતના રાજ્યો સાથે આર્થિક ભેદભાવ કરી રહી છે. 

શા માટે વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે ?

બુધવારે કર્ણાટક અને ગુરુવારે કેરળના સત્તાધારી ધારાસભ્યો આ ભેદભાવનો વિરોધ કરવા માટે એકઠા થયા હતા. કેરળમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રંટની સરકાર છે અને રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને લોકોને તેમના પ્રદર્શનમાં સામેલ થવા માટે દિલ્હીના જંતર-મંતર પહોંચવાની અપીલ કરી છે. વિજયને કહ્યું હતું કે, તેઓ કેરળ પ્રત્યે કેન્દ્રની ઉદાસીનતા સામે દિલ્હીમાં વિરોધ કરી રહ્યા છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા ફંડ આપવાનો ઇનકાર કરવામાં આવે છે અને રાજ્યને મળતા આર્થિક લાભમાં ઘટાડો કરી ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. આ સ્થિતિમાં કેરળના મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો બંધારણમાં સમાવિષ્ટ સંઘીય મૂલ્યોને નબળા પાડવાના પ્રયાસો સામે વિરોધ કરી રહ્યા છે. કેરળના મુખ્યમંત્રીનું કહેવું છે કે આંદોલનનો ઉદ્દેશ્ય માત્ર કેરળ જ નહીં પરંતુ તમામ રાજ્યોના બંધારણીય અધિકારોનું રક્ષણ કરવાનો છે. "આ સંઘર્ષનો હેતુ કોઈના પર જીત મેળવવાનો નથી, પરંતુ આત્મસમર્પણ કરવાને બદલે અમે જેના હકદાર છીએ તેને મેળવવાનો છે. 

દક્ષિણ ભારતના ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ કેન્દ્ર વિરુદ્ધ

કર્ણાટક બાદ હવે કેરળના મુખ્યમંત્રી પણ કેન્દ્ર સરકારનો વિરોધ કરી રહ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને તેમના સમર્થનમાં પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર નાણાકીય વ્યવસ્થા પર ભેદભાવપૂર્ણ દ્વારા રાજ્ય સરકારોનું ગળું દબાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે હાલના સમયમાં સ્થિતિ ઘણી ગંભીર બની ગઈ છે. આ સમર્થનના બદલામાં વિજયને આભાર વ્યક્ત કર્યો હતો.

કર્ણાટક-કેરળના મુખ્યમંત્રીઓએ દિલ્હીમાં કેન્દ્ર વિરુદ્ધ શા માટે થઇ રહ્યું છે પ્રદર્શન? 2 - image


Google NewsGoogle News