Get The App

મહાકુંભમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા 'ચાયવાલે બાબા': 41 વર્ષથી છે મૌન, શિષ્યોને બનાવે છે ઓફિસર

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
મહાકુંભમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા 'ચાયવાલે બાબા': 41 વર્ષથી છે મૌન, શિષ્યોને બનાવે છે ઓફિસર 1 - image


Maha Kumbh 2025 Chai Wale Baba: સંગમ નગરી પ્રયાગરાજમાં આગામી 13 જાન્યુઆરીથી મહાકુંભ 2025થી શરૂ થવા જઈ રહ્યો છે. મહાકુંભની લગભગ બધી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પ્રયાગરાજ મહાકુંભમાં આવેલા 'ચાયવાલે બાબા' ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યા છે. 'ચાયવાલે બાબા'એ છેલ્લા 41 વર્ષથી અન્ન- જળનો ત્યાગ કર્યો છે અને માત્ર ચા પર જ જીવે છે. આ ઉપરાંત બાબાએ જ્યારથી ચા પર જીવવાનું શરૂ કર્યું છે, ત્યારથી તેઓ મૌન ધારણ કરેલું છે. 

બાબાએ 41 વર્ષથી મૌન ધારણ કરેલું છે

ચાયવાલે બાબાએ 41 વર્ષથી મૌન ધારણ કરેલું છે. બાબાની ઓળખ માત્ર આટલા સુધી મર્યાદિત નથી, પરંતુ તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારોને એક શિક્ષક તરીકે શીખવે છે. તેઓ ઉમેદવારોને નોટ્સ તૈયાર કરીને આપે છે. તેમના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં ઘણા વિદ્યાર્થીઓ અધિકારીઓ બન્યા છે. પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે, જો બાબાએ 41 વર્ષથી મૌન ધારણ કરેલું છે, તો તેઓ ઉમેદવારોને કેવી રીતે શીખવે છે. તેઓ તેમને સિવિલ સર્વિસીસ માટે કેવી રીતે તૈયાર કરે છે અને મૌન વ્રતમાં માત્ર ચા પર જીવન જીવવા પાછળ તેમનો ખાસ સંકલ્પ શું છે?

આ પણ વાંચો: Maha Kumbh 2025: 7 ફૂટ લાંબી જટાધારી બાબા આકર્ષણનું કેન્દ્ર, 40 વર્ષથી વાળ નથી કપાવ્યા

બાબા ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ ધામના છે

બાબાના જીવન વિશે થોડી વાત કરીએ તો, બાબા ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ ધામથી આવ્યા છે. તેમનું નામ દિનેશ સ્વરૂપ બ્રહ્મચારી છે. 41 વર્ષથી બાબાએ મૌન પાળ્યું છે અને ચા પીને પોતાનું જીવન જીવે છે, તેનું કારણ તેમનો હઠયોગ છે. આ હઠયોગ દ્વારા તેઓ એક અનોખી સાધના કરી રહ્યા છે. જોકે, આ સંકલ્પ વિશે બાબા કોઈ માહિતી શેર કરવા માંગતા નથી.

લગભગ બોલવાની સ્પીડે લખીને પ્રશ્નોના જવાબ આપે છે

બાબાની ખાસ વાત એ છે કે, છેલ્લા ચાર દાયકાથી મૌન પાળી રહ્યા હોવા છતાં, તેઓ લોકોના દરેક વાત અને દરેક સવાલનો જવાબ આપે છે. બાબાની જવાબ આપવાની શૈલી અનોખી છે. મૌની બાબા દરેક વાતનો જવાબ લેખિતમાં આપે છે. તે ડાબા હાથથી લખે છે. જ્યારે તેની કલમ કામ કરવાનું શરૂ કરે છે, ત્યારે તે લગભગ તેમની બોલવાની સ્પીડ જેટલી જ ઝડપે લખે છે. 

અંગ્રેજી અને ગણિત જેવા વિષયોના નિષ્ણાત છે બાબા 

સન્યાસ ધારણ કરતાં પહેલા દિનેશ સ્વરૂપ બ્રહ્મચારી શિક્ષક હતા. તેઓ અંગ્રેજી અને ગણિત જેવા વિષયોમાં નિષ્ણાત છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને અન્ય વિષયોમાં પણ તૈયારી કરાવે છે. તે પોતાના હાથે નોટ્સ લખીને તૈયાર કરે છે. તેમની ફાઇલો મોબાઇલ પર વિદ્યાર્થીઓને મોકલી આપતાં હોય છે અથવા ફોટો કોપી દ્વારા પૂરી પાડવામાં આવે છે.

આ પણ વાંચો: 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવા છતાં 11 જાન્યુઆરીએ કેમ અયોધ્યાના રામ મંદિરની વર્ષગાંઠ ઉજવાશે?

કેમ ચા પીને જીવન વિતાવી રહ્યા છે બાબા?

બાબા દિનેશ સ્વરૂપ બ્રહ્મચારી ચા પીને પોતાનું જીવન જીવવા પાછળનું કારણ સમજાવે છે કે, દૂધમાં બધા પૌષ્ટિક તત્વો રહેલા હોય છે અને તેમાંથી બનેલી ચા તેમની બધી શારીરિક જરૂરિયાતો પૂરી કરે છે. મહાકુંભમાં શાહી સ્નાન કરવા માટે લાખો સંતો અને મહાત્માઓ આવ્યા છે, પરંતુ દિનેશ સ્વરૂપ બ્રહ્મચારી તેના વિશે બહુ ઉત્સાહિત નથી. તે કહે છે કે તે દરરોજ જ્ઞાનની ગંગામાં ડૂબકી મારે છે. તેમનો દરેક દિવસ શાહી સ્નાન જેવો હોય છે.

લોકો કેમ તેમને ચાય વાલે બાબા કહે છે

બાબા ચા પર જીવન વિતાવતાં હોવાથી મહાકુંભમાં લોકો તેમને ચાય વાલે બાબા કહે છે. દિનેશ સ્વરૂપ બ્રહ્મચારીના ગુરુ સ્વામી બ્રહ્મ સ્વરૂપ બ્રહ્મચારી કહે છે કે, તેમના શિષ્યો હઠયોગને કારણે આ પ્રકારનું જીવન જીવી રહ્યા છે. ગુરુ કહે છે કે તેમના ખાસ ગુણોને કારણે, દિનેશ સ્વરૂપ બ્રહ્મચારી મહાકુંભમાં આવતા ભક્તોમાં ચર્ચાનો વિષય બન્યા છે.



Google NewsGoogle News