Get The App

ભાજપના મહિલા નેતા પર હુમલાનો પ્રયાસ: સભામાં ખુરશીઓ ઊછળી, બોડીગાર્ડ ઈજાગ્રસ્ત

Updated: Nov 17th, 2024


Google NewsGoogle News
Navneet Rana Rally


Maharashtra Election Navneet Rana Rally: મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના દરિયાપુર વિધાનસભા ક્ષેત્રના ખલ્લર ગામમાં ભાજપના નેતા અને પૂર્વ સાંસદ નવનીત રાણાની પ્રચાર રેલી દરમિયાન ભારે હોબાળો થયો હતો. યુવા સ્વાભિમાન પાર્ટીના ઉમેદવાર રમેશ બુંદીલેના સમર્થનમાં યોજાયેલી આ સભામાં કેટલાક લોકોએ નવનીત રાણા પર ખુરશીઓ ફેંકી હતી. જેમાં તેઓ બચી ગયા હતા.

શું છે આખો મામલો?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર તેના અંતિમ તબક્કામાં છે અને પ્રચારનો સમયગાળો આવતીકાલે 18મી નવેમ્બરે સમાપ્ત થશે. એવામાં શનિવારે રાત્રે દરિયાપુર વિધાનસભા મત વિસ્તારના ખલ્લર ગામમાં યુવા સ્વાભિમાનના ઉમેદવાર રમેશ બુંદીલેના પ્રચાર માટે નવનીત રાણાની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નવનીત રાણાનું ભાષણ ચાલી રહ્યું હતું ત્યારે કેટલાક લોકોએ જોરથી નારા લગાવ્યા અને હંગામો મચાવ્યો. ત્યારે યુવા સ્વાભિમાનના કાર્યકરોએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. 

પરંતુ તેમણે સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખ્યું. જ્યારે નવનીત રાણા પોતે તેમને સમજાવવા જઈ રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ તેના પર ખુરશીઓ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં નવનીત રાણાના બોડીગાર્ડને પણ ખુરશી વાગી હતી. જો કે આ પહેલા પણ અમરાવતીમાં પૂર્વ સાંસદ નવનીત રાણા પર હુમલો કરવાનો પ્રયાસ થયો હોવાનું જોવા મળ્યું છે. 

નવનીત રાણાએ કરી ફરિયાદ 

સ્થિતિ વણસી જતાં નવનીત રાણા ખલ્લર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સભામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. આ ઘટનાને પગલે વિસ્તારમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. 

આ પણ વાંચો : 'મણિપુર ના એક હૈ, ના સેફ હૈ': રમખાણો મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનું PM મોદી પર નિશાન

જાણો કોણ છે નવનીત રાણા

નવનીત રાણા અમરાવતીથી અપક્ષ સાંસદ રહી ચૂક્યા છે. રવિ રાણા તેમના પતિ છે, જે વર્તમાન ધારાસભ્ય છે. લગ્ન પછી નવનીત રાણાએ 2014માં NCPની ટિકિટ પર અમરાવતી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. 

નવનીત રાણાએ 2019ની લોકસભા ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટણી લડીને જીત મેળવી હતી. આ પછી કોંગ્રેસ અને એનસીપીએ તેમને સમર્થન આપ્યું હતું. આ પહેલા નવનીત રાણા મોડલ હતા. તેમણે પંજાબી અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કર્યું છે. 2011 માં, તેમણે ધારાસભ્ય રવિ રાણા સાથે લગ્ન કર્યા અને થોડા સમય પછી રાજકારણમાં પ્રવેશ કર્યો.

ભાજપના મહિલા નેતા પર હુમલાનો પ્રયાસ: સભામાં ખુરશીઓ ઊછળી, બોડીગાર્ડ ઈજાગ્રસ્ત 2 - image


Google NewsGoogle News