Get The App

કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્નીની સુરક્ષા ઘટાડી, હવે Z કેટેગરીની મળશે સિક્યુરિટી

Updated: Apr 4th, 2025


Google News
Google News
કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્નીની સુરક્ષા ઘટાડી, હવે Z કેટેગરીની મળશે સિક્યુરિટી 1 - image
Photo Source: IANS

Gursharan Kaur Security: કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્ની ગુરશરણ કૌરની સુરક્ષા ઘટાડી દીધી છે. મળતી માહિતી અનુસાર, ગુરશરણ કૌરને હવે Z કેટેગરીની સુરક્ષા મળશે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે સમીક્ષા બાદ દિવંગત વડાપ્રધાન મનમોહન સિંહની પત્ની ગુરશરણ કૌરની સશસ્ત્ર સુરક્ષા ઘટાડીને Z કેટેગરી કરી દીધી છે. ગત વર્ષ 26 ડિસેમ્બરે 92 વર્ષની ઉંમરમાં દિવંગત થયેલા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નજીકના પરિવારથી હોવાના કારણે તેમને પહેલા Z+ કેટેગરીની કેન્દ્રીય સુરક્ષા આપવામાં આવી હતી.

કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ સુરક્ષાની કરી સમીક્ષા

સૂત્રોએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ તરફથી ગુરશરણ કૌરની સુરક્ષા હાલમાં કરાયેલી સમીક્ષામાં તેમને Z કેટેગરીમાં રાખવાની જોગવાઈ કરાઈ છે, જે સુરક્ષાનું બીજું સૌથી ઉચ્ચ સ્તર છે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) વીઆઇપી સુરક્ષા વિંગને કૌર માટે Z કેટેગરી અનુસાર કર્મચારીઓની સંખ્યા અને પ્રોટોકોલ ઓછા કરવાનો નિર્દેશ અપાયો છે.

ખાનગી સુરક્ષા સાથે મળશે ઘરની સુરક્ષા

સૂત્રોએ જણાવ્યું હતું કે, ખાનગી સુરક્ષા સાથે તેમના ઘરની સુરક્ષા માટે અંદાજિત 12 સશસ્ત્ર કમાન્ડોની સુરક્ષા મળશે. તેમણે જણાવ્યું કે, સુરક્ષાના વર્ગીકરણમાં ફેરફારના કારણે પૂર્વ વડાપ્રધાન માટે મંજૂર દિલ્હી પોલીસ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરાયો છે.

જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર તરફથી પૂર્વ વડાપ્રધાન માટે વિશેષ સુરક્ષા સમૂહ અધિનિયમમાં ફેરફાર કરાયા બાદ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને 2019માં CRPFના ASL પ્રોટોકોલ સાથે Z+ કવર ઉપલબ્ધ કરાયું હતું. સ્વ. મનમોહન સિંહ 2004થી 2014 વચ્ચે બે વખત દેશના વડાપ્રધાન રહ્યા.

મહત્ત્વનું છે કે, કેન્દ્રીય સુરક્ષા યાદી હેઠળ વીઆઇપી સુરક્ષા કવર સર્વોચ્ચ Z+(ASL)થી શરુ થઈને Z+, Z, Y+ અને X સુધી હોય છે.

Tags :