રાષ્ટ્રપતિએ ગુજરાત સહિત 8 હાઈકોર્ટ માટે 17 જજોની નિમણૂક કરી, 16 જજોની થઈ બદલી

આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં 4, બોમ્બે હાઈકોર્ટમાં અને કેરળ હાઈકોર્ટમાં 3-3, દિલ્હી અને ત્રિપુરા હાઈકોર્ટમાં 2-2 તેમજ ગુજરાત, છત્તીસગઢ અને કર્ણાટક હાઈકોર્ટમાં 1-1 જજની નિમણૂક : 16 જજોની બદલી પણ કરાઈ

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
રાષ્ટ્રપતિએ ગુજરાત સહિત 8 હાઈકોર્ટ માટે 17 જજોની નિમણૂક કરી, 16 જજોની થઈ બદલી 1 - image

નવી દિલ્હી, તા.18 ઓક્ટોબર-2023, બુધવાર

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (President Draupadi Murmu)એ આજે 8 હાઈકોર્ટ માટે 17 જજોની નિમણૂક (High Court Judge Appointed) પર મંજુરીની મહોર મારી છે, જ્યારે 16 જજોની બદલી પણ કરવામાં આવી છે. નોટિફિકેશન મુજબ આંધ્રપ્રદેશ (Andhra Pradesh) હાઈકોર્ટમાં 4, બોમ્બે હાઈકોર્ટ (Bombay)માં અને કેરળ હાઈકોર્ટ (Kerala)માં 3-3, દિલ્હી (Delhi) હાઈકોર્ટ અને ત્રિપુરા (Tripura) હાઈકોર્ટમાં 2-2 તેમજ ગુજરાત (Gujarat), છત્તીસગઢ (Chhattisgarh) અને કર્ણાટક (Karnataka) હાઈકોર્ટમાં 1-1 જજની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ હાઈકોર્ટના 16 જજોની બદલીની મંજૂરી પર પણ મહોર મારી છે.

જુઓ નિમણૂક કરાયેલા 17 જજોની યાદી

  • આંધ્રપ્રદેશ હાઈકોર્ટ - હરિનાથ નુનેપલ્લી, કિરણમયી મંડાવ ઉર્ફે કિરણમયી કનાપાર્થી, સુમતિ જગદમ, ન્યાપતિ વિજય
  • બોમ્બે હાઈકોર્ટ - અભય જૈનારાયંજી મંત્રી, શ્યામ છગનલાલ ચંડોક, નીરજ પ્રદીપ ઘોટે
  • કેરળ હાઈકોર્ટ - જૉનસન જૉન, ગોપીનાથ યૂ ગિરિસ, સી.પ્રદીપ કુમાર
  • દિલ્હી હાઈકોર્ટ - એડિશનલ જજ તરીકે શલિંદર કૌર, રવિન્દ્ર જુડેજા
  • છત્તીસગઢ હાઈકોર્ટ - વકીલ રવિંદ્ર કુમાર અગ્રવાલ
  • કર્ણાટક હાઈકોર્ટ - વકીલ કે.વી.અરવિંદ
  • ત્રિપુરા હાઈકોર્ટ - ન્યાયિક અધિકારી બિસ્વજીત પાલિત, સબ્યસાચી દત્ત પુરકાયસ્થ
  • ગુજરાત હાઈકોર્ટ - ન્યાયિક અધિકારી વિમલ કનૈયાલાલ વ્યાસ (Judicial Officer Vimal Kanaiyalal Vyas)

રાષ્ટ્રપતિએ ગુજરાત સહિત 8 હાઈકોર્ટ માટે 17 જજોની નિમણૂક કરી, 16 જજોની થઈ બદલી 2 - image

આ જજોની કરાઈ ટ્રાન્સફર

રાષ્ટ્રપતિએ ગુજરાત સહિત 8 હાઈકોર્ટ માટે 17 જજોની નિમણૂક કરી, 16 જજોની થઈ બદલી 3 - image

  રાષ્ટ્રપતિએ ગુજરાત સહિત 8 હાઈકોર્ટ માટે 17 જજોની નિમણૂક કરી, 16 જજોની થઈ બદલી 4 - image



Google NewsGoogle News