હવે ચીનની અવળચંડાઇ સામે તરત જવાબ આપી શકશે સેના: લેહથી પેંગોંગ સુધી ટનલ બનાવવાની તૈયારીમાં સરકાર
Representative image |
Government preparing to build tunnel from Leh to Pangong : કેન્દ્ર સરકાર દ્વારા લેહથી પેંગોંગને જોડતી ટનલ બનાવવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર કેલા પાસ દ્વારા 7-8 કિલોમીટર લાંબી ટ્વીન ટ્યુબ ટનલ બનાવવાના વિકલ્પ પર પણ વિચાર કરી રહી છે. લદ્દાખના યુટી એડમિનિસ્ટ્રેશને કેન્દ્ર સરકારને તેનો પ્રસ્તાવ મૂક્યો છે. મહત્ત્વનું છે કે, લેહથી પેંગોંગ તળાવ સુધીની આ ટનલ દ્વારા મુસાફરો અને સેનાને સરળ પરિવહન સુવિધા મળી રહેશે. આ ઉપરાંત ખાસ વાત એ છે કે, આ ટનલના નિર્માણથી ભારતને વ્યૂહાત્મક રીતે ફાયદો થશે. ત્યારે ચીન હવે ભારત વિરુદ્ધ LAC પર કોઈપણ માધ્યમનો ઉપયોગ કરતા પહેલા 10 વાર વિચારશે.
આ પણ વાંચો : શરદ પવારના વિચારથી જ ચાલે છે અમારો પક્ષ: ચૂંટણી પહેલા જ આ શું બોલ્યા અજિત પવાર!
લેહથી પેંગોગ મુસાફરી કરતાં યાત્રાળુઓનો સમય ઘટશે
માહિતી પ્રમાણે ગૃહ મંત્રાલયે એક અઠવાડિયે પહેલા આ મુદ્દે બેઠક યોજી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ. 6,000 કરોડનો ખર્ચ થવાની શક્યતા છે. તેમજ આ એક એક મુશ્કેલ અને ખૂબ મોટી કિંમતનો પ્રોજેક્ટ છે. અને ટૂંક સમયમાં જ તેના પર નિર્ણય લેવામાં આવશે. આ એક વ્યૂહાત્મક માર્ગ છે અને તે લેહથી પેંગોંગ સુધીના પ્રવાસ સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે. આ પ્રોજેક્ટ હજુ પ્રારંભિક તબક્કામાં છે.
દેશનો સૌથી ઉંચો મોટર વાહન પાસ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન અથવા નેશનલ હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન આ વ્યૂહાત્મક ટનલનું નિર્માણ કરશે કે કેમ તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે, જેથી તમામ હવામાનમાં કનેક્ટિવિટી પૂરી પાડી શકાય. કેલા પાસ દેશનો સૌથી ઊંચો મોટર વાહન પાસ છે. આ લેહને પેંગોંગ તળાવ સાથે જોડે છે. અને તે સમુદ્ર સપાટીથી 18,600 ફૂટ ઊંચાઈ પર છે.
આ પણ વાંચો : ભાજપના મહિલા નેતા પર હુમલાનો પ્રયાસ: સભામાં ખુરશીઓ ઊછળી, બોડીગાર્ડ ઈજાગ્રસ્ત
સુરક્ષા દળોને ફાયદો થશે
પ્રવાસન, આર્થિક પ્રવૃત્તિઓ અને સંરક્ષણ દળોની સરળ રીતે આવન-જાવન કરી શકે તે માટે કનેક્ટિવિટી સુધારવાના ઉદ્દેશ્ય સાથે, લદ્દાખ પ્રશાસને 2022 માં ખારદુંગ લા, ફોતુ લા, નામિકા લા અને કેલા ખાતે ચાર પાસ પર નવી ટનલની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.