રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની દેખરેખ માટે એડહોક સમિતિ રચવાનો કેન્દ્રનો આદેશ
બૃજભૂષણ સિંહના નજીકના સંજય સિંહ અધ્યક્ષ બનતા વિવાદ છેડાયો હતો
Wrestlers protest: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)માં તાજેતરની ચૂંટણીઓ અને યૌન શોષણના આરોપોનો સામનો કરી રહેલા બૃજભૂષણ સિંહના નજીકના સંજય સિંહ અધ્યક્ષ બનતા વિવાદ છેડાયો હતો અને આ મામલે પહેલવાનોએ વિરોધ કર્યો હતો. ત્યારે રમત મંત્રાલયે આજે મોટો નિર્ણય લીધો છે અને ભારતના નવા કુશ્તી સંઘને સસ્પેન્ડ કરી દીધું હતા. કેન્દ્ર સરકારે ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનને એડહોક સમિતિ બનાવવાનો આદેશ આપ્યો.
સસ્પેન્શન બાદ સંજય સિંહની પ્રતિક્રિયા આવી સામે
સંજય સિંહ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે આ મામલાને કાયદાકીય રીતે ઉઠાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. અમે ખેલ મંત્રાલયના સસ્પેન્શનના નિર્ણય સામે લડીશું. અમારી લીગલ ટીમ આના પર કામ કરી રહી છે. ખેલ મત્રાલયના એક્શન બાદ સંજય સિંહની પ્રતિક્રિયા સામે આવી છે. સંજય સિંહે કહ્યું કે તેઓએ હજુ આખો ઓર્ડર વાંચ્યો નથી, તે પહેલા વાંચશે અને પછી કંઈક કહેશે. સંજય સિંહે કહ્યું, 'મને હજુ સુધી પત્ર મળ્યો નથી, હું ફ્લાઇટમાં હતો અને હમણાં જ સાંભળ્યું છે કે મારી એક્ટિવિટી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે તે જોઈશું, અત્યારે નો કોમેન્ટ.'
'સાક્ષીએ સંન્યાસ લીધો, મેં પણ લઈ લીધો'
યૌન શોષણના આરોપ પર બૃજભૂષણે કહ્યું કે, તેઓ 11 મહિનાથી એવું કહી રહ્યા છે કહેવા દો, મામલો કોર્ટમાં છે. આના પર અમે કંઈ નહીં બોલીએ. જેમાં સતત રાજકારણ થઈ રહ્યું છે. તેમાંથી કેટલાક કોંગ્રેસ અને ટુકડે-ટુકડે ગેંગમાં સામેલ હતા. અમે તો પોતાનું સંભાળી રહ્યા છીએ. સાક્ષીએ પણ સંન્યાસ લઈ લીધો, અમે પણ સંન્યાસ લઈ લીધો, વાત ખતમ... મારી પાસે ઘણું કામ છે. હું પોતાનું કામ કરીશ અને પોતાની ચૂંટણી જોઈશ.