Get The App

PM મોદીના ફરમાનથી સરકારી કર્મચારીઓનું ટેન્શન વધ્યું, અધિકારી-મંત્રીઓને સોંપી જવાબદારી

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
PM મોદીના ફરમાનથી સરકારી કર્મચારીઓનું ટેન્શન વધ્યું, અધિકારી-મંત્રીઓને સોંપી જવાબદારી 1 - image
પ્રતિકાત્મક તસવીર (ફોટોઃ Freepik)

PM Modi Big Action for Govt Employees: યોગ્ય પ્રદર્શન ન કરનાર અને ભ્રષ્ટાચારમાં ડૂબેલા કર્મચારીઓ સામે મોટા એક્શનની તૈયારી થઈ રહી છે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય સચિવોના નિયમોના આધારે કર્મચારીઓનું મૂલ્યાંકન કરવાનું કહી રહ્યાં છે. જોકે, આ વિષય પર સત્તાવાર રીતે કંઈપણ કહેવામાં નથી આવ્યું. નોંધનીય છે કે, સરકાર કોઈપણ કર્મચારીને નિયમો હેઠળ નિવૃત્ત કરી શકે છે.

સરકાર કરી શકશે નિવૃત્ત

મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તમામ કેન્દ્રીય મંત્રીઓ અને સચિવો સાથે ચર્ચા કરી છે. જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે, વાતચીત દરમિયાન તેઓએ CCS (પેન્શન) નિયમના 56(j)નો ઉલ્લેખ કર્યો છે. આ હેઠળ જો લાગે છે કે, કોઈ સરકારી કર્મચારી સેવામાં રહેવા માટે યોગ્ય નથી, તો તેને નિવૃત્ત કરી શકાય છે.  જોકે, જો સરકાર કોઈને અનિવાર્ય રૂપે નિવૃત્ત કરે છે. તો એવા કર્મચારીને ત્રણ મહિનાની નોટિસ અથવા ત્રણ મહિનાનો પગાર ભથ્થું આપવું પડશે. 

આ પણ વાંચોઃ ઓમરને 4 અપક્ષનો ટેકો મળતાં જમ્મુ-કાશ્મીરમાં સરકાર રચવા સક્ષમ, કોંગ્રેસના સાથની જરૂર નહીં

અધિકારીઓ પાસે રહેશે આ હક

મળતી માહિતી મુજબ, 55 વર્ષની ઉંમર સુધી પહોંચેલા કર્મચારી આ નિયમથી પ્રભાવિત થઈ શકે છે. નિયમ 48 જણાવે છે કે, જ્યારે સરકારી કર્મચારી 30 વર્ષની યોગ્યતા સેવા પૂરી કરી લે છે. તો બની શકે કે, કોઈપણ સમયે તેમને જનહિતમાં નિવૃત્ત કરવાની જરૂર પડે. જોકે, આવા અધિકારીઓ પાસે જવાબ આપવા અને આદેશની સામે કોર્ટ જવાનો રસ્તો ખુલ્લો રહેશે. 

આ પણ વાંચોઃ VIDEO: મુંબઈમાં અચાનક તોફાની પવન સાથે તૂટી પડ્યો વરસાદ, ઠેર-ઠેર રસ્તા જળમગ્ન, નવરાત્રિ બગડી

ફરિયાદો પર ધ્યાન આપવાનો આદેશ

ફરિયાદોને ધ્યાનમાં રાખી વડાપ્રધાન મોદીના ટોચના અધિકારી અને મંત્રીઓને જનતાની ફરિયાદોનું તાત્કાલિક નિવારણ થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. આ સચિવોને અઠવાડિયાનો એક દિવસ આ કામ માટે આપવા અને રાજ્ય મંત્રીઓને તેની દેખરેખ રાખવા કહેવાયું છે. 


Google NewsGoogle News