સરકારી કર્મચારીઓના PF વ્યાજ પર સરકારનો નિર્ણય, જાણો લેટેસ્ટ વ્યાજ દર
કેન્દ્ર સરકારે ઓક્ટોબર- ડિસેમ્બરના ક્વાર્ટર માટે પીએફ એટલે કે GPG પર વ્યાજ દર વધારવા માટેની જાહેરાત કરી
પીપીએફના વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં
Image Freepic |
તા. 4 ઓક્ટોબર 2023, બુધવાર
કેન્દ્ર સરકારે (Central Govt) ઓક્ટોબર- ડિસેમ્બર (October- December)ના ક્વાર્ટર માટે પીએફ એટલે કે GPG પર વ્યાજ દર (Interest rate) વધારવા માટેની જાહેરાત કરી દીધી છે. આ ક્વાર્ટર માટે GPF પર 7.1 ટકા પ્રમાણે જ વ્યાજ આપવામાં આવશે. આ વ્યાજ દર 1 ઓક્ટોબર થી 31 ડિસેમ્બર 2023 સુધી જ માન્ય રહેશે. તમને જણાવી દઈએ કે GPF કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે બનાવવામાં આવેલ એક સામાજીક સુરક્ષા યોજના છે. સરકારી કર્મચારી પોતાના પગારનો એક ચોક્કસ ભાગ આપી તેના મેમ્બર બની શકે છે.
6 ટકાથી ઓછુ નથી યોગદાન
GPF એકાઉન્ટમાં માત્ર કર્મચારી જ યોગદાન આપે છે. સરકાર તરફથી કોઈ યોગદાન આપવામાં આવતુ નથી. તેના પર સરકાર તરફથી વ્યાજ આપવામાં આવે છે. જોકે યોગદાનનો દર કર્મચારીના કુલ પગારના 6 ટકાથી ઓછો ન હોવો જોઈએ. વધારેમાં વધારે યોગદાન કર્મચારીના વેતનના 100 ટકા થઈ શકે છે. આ એકાઉન્ટની મેચ્યોરિટી રિટાયરમેન્ટના સમયે થાય છે. તેના સિવાય GPF દ્વારા લોનના સુવિધા પણ આપવામાં આવે છે. આ ટેક્સ બચત માટેની યોજના છે. આમાં ટેક્સ ભરનારને ઈન્કમટેક્સના કલમ 80 સી પ્રમાણે છુટ આપવામાં આવે છે. GPFના સંચાલન કર્મચારી, લોક (જાહેર) ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળ આવતા પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે.
પીપીએફના વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં
પીપીએફ ( Public Provident Fund)ના વ્યાજ દરમાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો. અને તેમા રોકાણ કરનારાઓને માત્ર 7.1 ટકાનું વ્યાજ મળશે. એપ્રિલ 2020 બાદ પીપીએફના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે આ દરમ્યાન આરબીઆઈના રેપો રેટમાં 2.50 ટકાના વધારો કરવામાં આવ્યો છે. સરકારે દરેક બચત યોજનાનાં વ્યાજ દરોમાં કોઈમાં વધારો કર્યો છે પરંતુ પીપીએફમાં રોકાણ કરનારા લોકો આ વખતે ફરી નિરાશા મળી હતી.