કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી સુધરી, સરકારે Adhoc Bonusને આપી મંજૂરી, DAમાં પણ વધારો થઈ શકે

કેન્દ્રીય કેબિનેટ અને CCEAની બેઠક આજે યોજાશે

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી સુધરી, સરકારે Adhoc Bonusને આપી મંજૂરી, DAમાં પણ વધારો થઈ શકે 1 - image


Adhoc Bonus to Central employees : કેન્દ્ર સરકારે (Central government) કેન્દ્રીય કર્મચારી (central employees)ઓ માટે એડહોક બોનસ (Adhoc Bonus)ને મંજુરી આપી દીધી છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તે પહેલા જ સરકારે કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી મોટી ભેટ આપી છે. નાણા મંત્રાલયે (The Finance Ministry) ગઈકાલે વર્ષ 2022-23 માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે બોનસની ગણતરી કરવાની મહત્તમ મર્યાદા 7 હજાર રુપિયા નક્કી કરી છે.

આ કર્મચારીઓને મળશે બોનસ

કેન્દ્ર સરકાર હેઠળના ગ્રુપ બી અને ગ્રુપ સીમાં આવતા નોન-ગેઝેટેડ કર્મચારીઓ (Non-Gazetted Employees)ને પણ બોનસ મળે છે. આ ઉપરાંત કેન્દ્રીય અર્ધલશ્કરી દળો (Paramilitary Forces) અને સશસ્ત્ર દળોના કર્મચારીઓને પણ એડહોક બોનસનો લાભ આપવામાં આવે છે. આ બોનસમાં તમને 30 દિવસની સેલેરી જેટલા જ રુપિયા મળશે. આ ઉપરાંત આજે કેન્દ્ર સરકાર વધુ એક મોટી જાહેરાત (Big annoucement) કરી શકે છે. આજે સરકાર કેન્દ્રિય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)ને લઈને મોટી જાહેરાત કરી શકે છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ વખતે કેન્દ્રીય કર્મચારીઓને ભથ્થામાં 4 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે.

DAમાં 4 ટકાનો વધારાની અપેક્ષા

કેન્દ્રીય કેબિનેટ અને CCEAની બેઠક આજે યોજાશે અને તેમાં DAના વધારા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. જો કેન્દ્ર સરકાર અપેક્ષા મુજબ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરે છે, તો તેમને અત્યાર સુધી મળતો ડીએ 42 ટકાથી વધીને 46 ટકા થઈ જશે અને તેમના પગારમાં બમ્પર વધારો થશે. જો કે હજુ સુધી સરકાર દ્વારા ડીએ વધારા અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી સુધરી, સરકારે Adhoc Bonusને આપી મંજૂરી, DAમાં પણ વધારો થઈ શકે 2 - image


Google NewsGoogle News