ખેડૂતો માટે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, બે વર્ષ જૂની માંગણી થઈ પૂર્ણ

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
ખેડૂતો માટે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, બે વર્ષ જૂની માંગણી થઈ પૂર્ણ 1 - image


Government took a big decision regarding MSP: ખેડૂતોના હિત માટે ભારત સરકાર દ્વારા સતત પગલાં લેવામાં આવી રહ્યા છે. કેન્દ્રથી લઈને રાજ્ય સરકારો એવી અનેક યોજનાઓ લઈને આવે છે જેનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બને. તેમને સશક્ત બનાવવામાં આવે. પછી ભલે તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હોય કે ખેડૂતોને લગતી અન્ય યોજનાઓ હોય. દેશના કરોડો ખેડૂતો આ યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે ફરી એક વખત ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. ખેડૂતોની બે  વર્ષ જૂની માંગણી થઈ પૂર્ણ થઈ ગઈ છે. 

ખેડૂતોનું કલ્યાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સર્વોચ્ચ પ્રાથમિકતા

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહે કહ્યું કે કૃષિ અને ખેડૂત કલ્યાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ખેડૂતોની સેવા અમારા માટે ભગવાનની પૂજા સમાન છે. છેલ્લા દિવસોમાં મધ્યપ્રદેશના ખેડૂતો ચિંતિત હતા. સોયાબીન એમએસપીથી નીચે વેચાઈ રહ્યું હતું. અગાઉ અમે મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોને મિનિમમ સપોર્ટ પ્રાઈઝ પર સોયાબીન ખરીદવાની મંજૂરી આપી હતી. ગઈકાલે રાત્રે જ મધ્યપ્રદેશ સરકારનો પ્રસ્તાવ આવ્યો હતો. MSP પર સોયાબીનની ખરીદીના એ પ્રસ્તાવને અમે સ્વીકૃતિ આપી દીધી છે.

કૃષિ મંત્રીએ ખેડૂતો માટે કહી મોટી વાત

કૃષિ મંત્રીએ કહ્યું કે મધ્યપ્રદેશના ખેડૂતો પણ ચિંતા ન કરો, સોયાબીનની એમએસપીની જે રેટ છે તેના પર જ ખરીદવામાં આવશે. ખેડૂતોના પરસેવાની પુરી કિંમત આપવામાં આવશે. મધ્યપ્રદેશમાં પણ આ ખરીદી થશે. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બુધવારે 11 સપ્ટેમ્બરના રોજ એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે દેશની કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના હિતમાં સતત નિર્ણયો લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે કૃષિ અને ખેડૂત કલ્યાણ પીએમ મોદીની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.


Google NewsGoogle News