Get The App

સોશિયલ સાઈટ ‘X’ પર ભડકી કેન્દ્ર સરકાર, ફ્લાઈટમાં બોંબની ધમકીઓ મામલો કર્યા સવાલો પર સવાલ

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
સોશિયલ સાઈટ ‘X’ પર ભડકી કેન્દ્ર સરકાર, ફ્લાઈટમાં બોંબની ધમકીઓ મામલો કર્યા સવાલો પર સવાલ 1 - image


Bomb Threats In Flight : દેશમાં છેલ્લા નવ દિવસમાં 170થી વધુ ફ્લાઈટોને બોંબથી ઉડાવવાની નનામી ધમકીઓ મળ્યા બાદ કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એરલાઈન્સ કંપનીઓને અવારનવાર ફેક કૉલ કરીને ધમકી આપનારા બદમાશોને કારણે એવિએશન સેક્ટર હાલ સંકટનો સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત આવી કરતુતને કારણે અનેક મુસાફરોએ તો હાલાકી ભોગવી જ છે, સાથે સાથે એરલાઈન્સ કંપનીઓને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

કેન્દ્ર સરકારે ‘X’ની ઝાટકણી કાઢી

હવે કેન્દ્ર સરકારે ફ્લાઈટને બોંબથી ઉડાવવાની ધમકીઓને ગંભીરતાથી લીધી છે અને સોશિયલ સાઈટ ‘X’ની આકરી ઝાટકણી કાઢી છે. મોટાભાગની અફવાઓ સોશિયલ મીડિયા સાઈટ એક્સ દ્વારા ફેલાઈ હોવાથી કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય દ્વારા તેની સામે લાલ આંખ કરી છે.

આ પણ વાંચો : પ્રિયંકા ગાંધીએ નોંધાવી વાયનાડથી ઉમેદવારી તો સોનિયા ગાંધીએ કરી દીધી મોટી ભવિષ્યવાણી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક

સંયુક્ત સચિવ સંકેત એસ.ભોંડવેએ તેમજ ‘X’ અને ‘Meta’ જેવા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠક દરમિયાન બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને અનેક સવાલો કરવામાં આવ્યા છે, જેમાં કહેવાયું છે કે, આવી ઘટનાઓ ‘ગુનાઓને પ્રોત્સાહન’ આપવા જેવી છે.  આવી ડરામણી અફવાઓને અટકાવવા માટે કંપનીઓએ શું પગલા લીધા ?

નકલી ધમકીઓ ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરાશે

આ પહેલા નાગરિક ઉડ્ડયન મંત્રી કે.રામમોહન નાયડુએ કહ્યું હતું કે, સરકાર મુસાફરોની સુરક્ષા સાથે ચેડા કરનારાઓ વિરુદ્ધ તેમજ આવી અફવાઓનું સમાધાન કરવા માટેના પ્રયાસ કરી રહી છે. આવી નકલી ધમકીઓ ફેલાવનારાઓને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવા સહિતની કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે.

આ પણ વાંચો : કોંગ્રેસના દિગ્ગજ સાંસદ ફસાયા, PM મોદી વિરુદ્ધ 'બોટી-બોટી' વાળા નિવેદન મામલે આરોપો ઘડાયા


Google NewsGoogle News