Get The App

કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન, 10 વર્ષમાં કૃષિ ક્ષેત્રનો ખર્ચ છ ગણો વધાર્યો

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
Farmer


Central Government On Agriculture Budget : કેન્દ્ર સરકારે છેલ્લા 10 વર્ષમાં કૃષિ ક્ષેત્રના ખર્ચમાં વધારો કર્યો છે. જેમાં બજેટની ફાળવણી જીડીપીના આશરે 17 ટકા છે, ત્યારે મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળશે. કેન્દ્ર સરકારે છેલ્લા 10 વર્ષમાં કૃષિ ક્ષેત્રનો ખર્ચ છ ગણો વધાર્યો છે. સરકારની પીએમ કિસાન (PM-KISAN) યોજના હેઠળ ખેડૂતોને વર્ષના 6000 રૂપિયા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જેમાં કૃષિ ક્ષેત્રમાં પીએમ કિસાન યોજનાનો બહુ મોટો ફાળો છે. આ આંકડામાં લગભગ 50 ટકાનો વધારો થયો છે. 

10 વર્ષમાં કૃષિ બજેટમાં વધારો

મીડિયા અહેવાલ મુજબ, કેન્દ્ર સરકાર ખેડૂતો પર મહેરબાન છે, ત્યારે સંબંધિત સમયગાળામાં ખેડૂતોને લગતી અન્ય યોજનાઓના બજેટમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જેમાં 2014-15 બાદ કૃષિ બજેટમાં છ ગણાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2024-25માં સરકાર પીએમ કિસાન યોજના સિવાયની અન્ય કૃષિ લગતી યોજનામાં 65,529 કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે. 2019-20 પછી કૃષિ બજેટમાં 5.4 ટકાનો ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરનો વધારો થયો. જ્યારે પીએમ કિસાન યોજનામાં વર્ષિક ખર્ચ 6.5 ટકા વધ્યો છે.

આ પણ વાંચો: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિર પરિસરમાં નાસભાગ મચી, 4 શ્રદ્ધાળુના મોત, 4000 લોકો હતા કતારમાં

કેન્દ્ર સરકાર દ્વારા બજેટની રકમમાં પાક વીમા અને વ્યાજ સબસિડી સંબંધિત યોજનાઓનો મહત્ત્વનો હિસ્સો છે. જ્યારે આગામી બજેટમાં પીએમ કિસાન યોજના સિવાય અન્ય યોજના સંબંધિત રકમમાં મોટાપાયે વધારો થવાની શક્યતા છે. કેન્દ્રીય કેબિનેટમાં આ વર્ષે પાક વીમા યોજનામાં વધારો કરવાની મંજૂરી આપી છે. જેમાં યોજનાની રકમમાં વધારો કરીને 16,070 કરોડ રૂપિયા થવાનું અનુમાન છે. જ્યારે નાણાકીય વર્ષ 2025માં આ બજેટ 14,600 કરોડ રૂપિયા હતું.


Google NewsGoogle News