Get The App

કેન્દ્ર સરકારે DAમાં 4 ટકાનો કર્યો વધારો, ખેડૂતો અને રેલવે કર્મચારીઓ માટે પણ લીધો મોટો નિર્ણય

સરકારના આ નિર્ણયથી દેશના લગભગ 1 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને લાભ થશે

લદ્દાખથી મુખ્ય ગ્રીડ સુધી લાવવા માટે 5 ગીગાવોટ ક્ષમતાની લાઈનને મંજૂરી આપવામાં આવી

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
કેન્દ્ર સરકારે DAમાં 4 ટકાનો કર્યો વધારો, ખેડૂતો અને રેલવે કર્મચારીઓ માટે પણ લીધો મોટો નિર્ણય 1 - image


Central Government increase DA : નવરાત્રીના તહેવાર પર કન્દ્ર સરકારે (central government) કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (dearness allowance)માં 4 ટકાનો વધારો કર્યો છે. આ વધારા બાદ કર્મચારીને મળતું ડીએ હવે 42 ટકાથી વધીને 46 થઈ ગયું છે. સરકારના આ નિર્ણયથી દેશના લગભગ 1 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને લાભ થશે. આ ઉપરાંત રવિ પાક પર MSP અને રેલવે કર્મચારીને બોનસની પણ મંજૂરી આપવામાં આવી છે.

રેલવે કર્મચારીઓને બોનસ મળશે

કેન્દ્ર સરકારે આજે કેન્દ્રીય કર્મચારી માટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે એટલે હવે તે 42 ટકાથી વધીને 46 ટકા થયો છે. આ લાભ 1 જુલાઈ 2023થી મળશે. ડીએમાં વધારા સાથે કર્મચારીઓના પગારમાં પણ વધારો થશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના પેન્શનધારકોને પણ લાભ મળશે. વર્ષ 2023 માટે સરકારે પ્રથમ સુધારો કરતા 24 માર્ચ 2023ના રોજ ડીએમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. ત્યારે 38 ટકા ડીએમાંથી 4 ટકા વધારીને 42 ટકા કરવામાં આવ્યો હતો. હવે કેન્દ્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને (employees and pensioners) આજે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ 1 જાન્યુઆરી 2023થી મળશે. આ ઉપરાંત રેલવે કર્મચારીઓને બોનસ આપવા માટે મંજુરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી (Union Minister) અનુરાગ ઠાકુરે (Anurag Thakur) કેબિનેટની બેઠક (Cabinet meeting) બાદ જણાવ્યું હતું કે રેલવે (Railway employees)ના નોન-ગેઝેટેડ કર્મચારીઓને 78 દિવસના પગાર જેટલું બોનસ આપવામાં (given a bonus) આવશે.

ખેડૂતો માટે આ નિર્ણય લેવાયો

કેન્દ્ર સરકારે આજે ખેડૂતો માટે રવિ પાક (crops) પર MSP વધારવા (MSP for farmers)નો નિર્ણય લીધો છે. આ સાથે તેલીબિયાં અને સરસવના ભાવમાં 200 રુપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. તેમજ મસૂરની કિંમતમાં પણ 425 રુપિયા ક્વિન્ટલ, ઘઉંના ભાવ (wheat price)માં 150 રુપિયા પ્રતિ ક્વિન્ટલ, જવના ભાવમાં 115 રુપિયા પ્રતિ ક્વિન્ટલ અને ચણાના ભાવમાં 105 રુપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. 

ઉર્જા ક્ષમતા વિકસાવવા લઈને અનુરાગ ઠાકુરે કહી આ વાત

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે સરકારે ચોથો નિર્ણય લદ્દાખ પ્રદેશ માટેનો છે. તેમણે કહ્યું હતું કે ઉર્જા મંત્રાલયે 13 ગીગાવોટની નવીનીકરણીય ઉર્જા ક્ષમતા વિકસાવવાની યોજના બનાવી છે જ્યારે સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવશે ત્યારે તેમના માટે ટ્રાન્સમિશન લાઈન ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. લદ્દાખથી મુખ્ય ગ્રીડ સુધી લાવવા માટે 5 ગીગાવોટ ક્ષમતાની લાઈનને મંજૂરી આપવામાં આવી છે.


Google NewsGoogle News