Get The App

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 'શ્રી વિજય પુરમ' તરીકે ઓળખાશે હવે આ ઐતિહાસિક શહેર

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
Port Blair


Port Blair Name Changed : કેન્દ્ર સરકારે પોર્ટ બ્લેરનું નામ બદલ્યું છે, ત્યારે પોર્ટ બ્લેર હવે 'શ્રી વિજય પુરમ' તરીકે ઓળખવામાં આવશે. જેને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, 'અમે પોર્ટ બ્લેરનું નામ બદલીને શ્રી વિજય પુરમ કરવાનો નિર્ણય લીધો છે.'

અમિત શાહે શું કહ્યું?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરી જણાવ્યું હતું કે, 'અમે પોર્ટ બ્લેરનું નામ બદલીને શ્રી વિજય પુરમ કરવાનો નિર્ણય લીધો છે. શ્રી વિજય પુરમ નામ આપણા આઝાદી માટેના સંઘર્ષની સાથે સાથે તેમાં આંદામાન અને નિકોબારના યોગદાનને દર્શાવે છે. આ ટાપુ આપણા દેશની સ્વતંત્રતા અને ઇતિહાસમાં અનોખું સ્થાન ધરાવે છે. આજે દેશની સુરક્ષા અને વિકાસને વેગ આપવા માટે ચૌલા સામ્રાજ્યમાં નૌકાદળની ભૂમિકા ભજવનાર આ ટાપુ છે.'

આ પણ વાંચો : ગાંધીનગરમાં મોટી દુર્ઘટના: ગણેશ વિસર્જન વખતે 10 લોકો પાણીમાં ડૂબ્યાની આશંકા, 8ના મોત

આઝાદીની લડાઈ સુધીનું સ્થળ પણ છે

ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું છે કે, 'આ ટાપુ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વારા પ્રથમ ત્રિરંગો લહેરાવવાથી લઈને વીર સાવરકર અને અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા ભારત માતાની આઝાદીની લડાઈ સુધીનું સ્થળ પણ છે.'

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 'શ્રી વિજય પુરમ' તરીકે ઓળખાશે હવે આ ઐતિહાસિક શહેર 2 - image


Google NewsGoogle News