Get The App

કોલકાતા કેસ: કેન્દ્રની મમતા સરકાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી, કહ્યું, ‘CISFના જવાનોને ન આપી રહેવાની જગ્યા’

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
Mamata banerjee



Kolkata RG Kar Case: કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર બાદ હત્યાની ઘટનાથી સમગ્ર દેશમાં ભારે રોષ ફેલાયો છે. સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસની જવાબદારી સીબીઆઈને સોંપી છે અને હોસ્પિટલની સુરક્ષા માટે સીઆઈએસએફ જવાનોને તૈનાત કરવા આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ બાદ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા પરંતુ રાજ્ય સરકાર દ્વારા સૈનિકો માટે રહેવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નહોતી. જે કારણસર કેન્દ્ર સરકારે મમતા સરકાર વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

રહેવાની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી

રાજ્ય સરકાર દ્વારા રહેવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવતા સૈનિકોને હાલાકી વેઠવી પડી રહી છે. ખાસ કરીને મહિલા સૈનિકોને તેના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણસર હવે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અરજીમાં કેન્દ્રએ માગણી કરી છે કે પશ્ચિમ બંગાળ સરકારને હોસ્પિટલની સુરક્ષામાં CISFને સહકાર આપવાનો નિર્દેશ આપવામાં આવે અથવા કોર્ટના આદેશોનો અનાદર કરનાર અધિકારીઓ સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરવામાં આવે.

આ પણ વાંચોઃ બુલડોઝર એક્શન મુદ્દે યોગી સરકારના જવાબથી સુપ્રીમ કોર્ટ પણ ખુશ, જુઓ વખાણ કરતા શું કહ્યું?

રાજ્ય સરકાર કોર્ટનો અનાદર કરી રહી છે

કેન્દ્ર સરકારે આરોપ લગાવ્યો છે કે, 'પશ્ચિમ બંગાળ સરકાર કોર્ટના આદેશોનો અનાદર કરી રહી છે અને સીઆઇએસએફને યોગ્ય સહકાર આપી રહી નથી, જે એક ગંભીર મુદ્દો છે. આ અવગણના માત્ર કોર્ટના આદેશોની અવગણના જ નથી પરંતુ બંધારણ અને નૈતિક સિદ્ધાંતોની પણ વિરુદ્ધ છે.'


Google NewsGoogle News