Get The App

ધો.10 અને 12 માટે જુદાં-જુદાં શિક્ષણ બોર્ડ અંગે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આપી સલાહ, જાણો શું કહ્યું

Updated: Aug 23rd, 2024


Google News
Google News
ધો.10 અને 12 માટે જુદાં-જુદાં શિક્ષણ બોર્ડ અંગે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આપી સલાહ, જાણો શું કહ્યું 1 - image


Education News : દેશભરમાં જુદાં-જુદાં શાળા શિક્ષણ બોર્ડ અંગે કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરી તમામ રાજ્યોને મહત્વની સલાહ આપી છે. દેશભરમાં કુલ 59 શાળા શિક્ષણ બોર્ડ છે, ત્યારે સરકારે તમામ રાજ્યોને એક જ શિક્ષણ બોર્ડ બનાવવાની સલાહ આપી છે.

આઠ રાજ્યોમાં ધો.10-12ના જુદા જુદા શિક્ષણ બોર્ડ

વર્તમાન સમયમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ સહિત દેશના આઠ રાજ્યોમાં ધોરણ-10 અને ધોરણ-12ના જુદા જુદા શિક્ષણ બોર્ડ છે. આ ઉપરાંત તેમની પરીક્ષા અને મૂલ્યાંકન પદ્ધતિ પણ જુદી જુદી છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રના લોકો માટે મોટી રાહત, MVAએ બંધનો નિર્ણય પરત ખેંચ્યો, જાણો વિપક્ષોએ કેમ પાછીપાની કરી

કર્ણાટકે માની કેન્દ્ર સરકારની સલાહ

જોકે આ રાજ્યોમાં સામેલ કર્ણાટકે કેન્દ્ર સરકારની સલાહ માન્ય બાદ ગત વર્ષે જ ધોરણ-10 અને ધોરણ-12ના તમામ બોર્ડને એક બોર્ડમાં મર્જ કરી છે. શિક્ષણ મંત્રાલયનું માનવું છે કે, રાજ્યોમાં ધો.10-12 માટે એક જ બોર્ડ હશે તો તેઓ ધો.9માંથી ધો.12માં સુધી ભણતા વિદ્યાર્થીઓના વિકાસ માટે એક સામાન્ય વ્યૂહરચના ઘડી શકશે. જ્યાં પરીક્ષાઓ લેવાથી લઈને મૂલ્યાંકન સુધી સમાન ધોરણો હશે.

દેશમાં કુલ 59 શાળા શિક્ષણ બોર્ડ

મંત્રાલયના રિપોર્ટ મુજબ વર્તમાન સમયમાં દેશમાં કુલ 59 શાળા શિક્ષણ બોર્ડ છે. આમાં ત્રણ રાષ્ટ્રીય સ્તરની અને 56 રાજ્ય સ્તરની બોર્ડ છે. આમાંથી ધોરણ-10 અને 12 માટે 41 કોમન બોર્ડ છે. જે આઠ રાજ્યોમાં જુદાં જુદાં બોર્ડ છે, તેમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, આસામ, કેરળ, મણિપુર, તેલંગાણા અને બિહારનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : મુડા કૌભાંડ મામલે દિલ્હી પહોંચ્યા સિદ્ધારમૈયા - શિવકુમાર, કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે કરી બેઠક

Tags :