આળસુ સરકારી બાબુઓ ચેતી જજો, 15 મિનિટ મોડા પડ્યાં તો અડધો દિવસ કપાશે, કેન્દ્રની કાર્યવાહી

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
Jitendra Singh,Inaugurates,Integrated Grievance Cell And Call Center
Image : IANS

Central Employees : કેન્દ્રીય કર્મચારીઓને હવે ઓફિસે સમયસર પહોંચવું પડશે, જો કર્મચારી કે અધિકારી મોડા આવશે અથવા વહેલા ઓફિસેથી નીકળી જશે તો ખેર નહીં. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહ્યું છે કે જો કર્મચારી કે અધિકારી ઓફિસમાં 15 મિનિટથી વધુ મોડા આવશે તો તેઓને કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. સરકારી કર્મચારીઓને મોડામા મોડું 9.15 વાગ્યા સુધીમાં તેમની હાજરી નોંધવી પડશે. 

કર્મચારીઓને 9.15 વાગ્યા સુધીમાં પોતાની હાજરી નોંધાવી પડશે

દેશમાં મોડા પહોંચનારા સરકારી કર્મચારીઓ (Government Employees) અને અધિકારીઓ માટે ચિંતા વધારતા સમાચાર સામે આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકારે મોડા આવતા કર્મચારીઓ અને અધિકારીઓ પર કડક ચેતવણી જાહેર કરી છે. સરકારી કર્મચારીઓને 9.15 વાગ્યા સુધીમાં પોતાની હાજરી નોંધાવી પડશે.  કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT) દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો કર્મચારી સવારે 9.15 વાગ્યા સુધી ઓફિસમાં નહીં આવે તો હાફ ડે ગણવામાં આવશે.

બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ બંધ કરી દીધો

આ ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓ સહિત તમામ કર્મચારીઓને બાયોમેટ્રિક સિસ્ટમ (biometric punch)નો ઉપયોગ કરવામાં માટે પણ કહેવામાં આવ્યું છે. નોંધનીય છે કે સરકારી કર્મચારીઓએ કોરોના સંક્રમણ બાદ બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ બંધ કરી દીધો છે. જેને હવે ફરી શરુ કરવા સરકારે કહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા  જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 'જો કોઈ કારણોસર કર્મચારી કોઈ ચોક્કસ દિવસે ઓફિસ ન આવી શકે, તો તેણે અગાઉથી જાણ કરવી પડશે. જો ઈમરજન્સીના કિસ્સામાં રજાની જરૂર પડો, તો તેના માટે અરજી કરવી પડશે.

આળસુ સરકારી બાબુઓ ચેતી જજો, 15 મિનિટ મોડા પડ્યાં તો અડધો દિવસ કપાશે, કેન્દ્રની કાર્યવાહી 2 - image


Google NewsGoogle News