Get The App

10 પાસ લોકો માટે સેન્ટ્રલ બેંકમાં ભરતી, અરજી કરવા માટે આજે છેલ્લી તારીખ, જાણો વિગતવાર

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
10 પાસ લોકો માટે સેન્ટ્રલ બેંકમાં ભરતી, અરજી કરવા માટે આજે છેલ્લી તારીખ, જાણો વિગતવાર 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 16 જાન્યુઆરી 2024 મંગળવાર

ગત દિવસોમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી ભરતીનું નોટિફિકેશન જારી કરાયુ હતુ. જે માટે ઉમેદવાર સત્તાવાર સાઈટ centralbankofindia.co.in પર જઈને અરજી કરી શકે છે. અરજી કરવા માટે આજે છેલ્લી તારીખ છે. 

ખાલી જગ્યાની વિગતો

આ ભરતીમાં બેન્કમાં સફાઈ કર્મચારી સહિત સબ-સ્ટાફના 484 ખાલી પદોને ભરવામાં આવશે. 

લાયકાત

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ 10મું ધોરણ પાસ હોવુ જોઈએ. 

વય મર્યાદા

ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી લઈને 26 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છુટ આપવામાં આવશે.

અરજી ફી

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ 850 રૂપિયાની ફી ભરવી પડશે જ્યારે અનામત વર્ગના ઉમેદવારોએ 175 રૂપિયાની ચૂકવણી કરવી પડશે.

કેવી રીતે અરજી કરવી

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ centralbankofindia.co.in પર જઈને અરજી કરવી પડશે.


Google NewsGoogle News