પ્રથમ સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ 1947ના જશ્નમાં નહેરુ હાજર રહ્યા પણ ગાંધીજી કેમ નહોતા જોડાયા?

ગાંધીજી કોમી તોફાનો શાંત પાડવા માટે બંગાળના નોઆખલી ગયા હતા

નેહરુએ ગાંધીજીને પત્ર લખીને આઝાદીના આનંદમાં જોડાવા અપીલ કરેલી

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
પ્રથમ સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ 1947ના જશ્નમાં નહેરુ હાજર રહ્યા પણ ગાંધીજી કેમ નહોતા જોડાયા? 1 - image


અમદાવાદ, 15 ઓગસ્ટ,2024, શુક્રવાર 

15મી ઓગસ્ટના રોજ જયારે જવાહરલાલ નેહરુનું પ્રવચન આકાશવાણી પરથી પ્રસારિત થયું ત્યારે દેશના 36 કરોડ લોકોમાં ઉત્સાહનું વાતાવરણ ઉભું થયું હતું. 14 ઓગસ્ટના રોજા પાર્લામેન્ટના સેન્ટ્રલહોલમાં તિરંગો ફરકાવ્યો હતો.બીજા દિવસે 8:30 વાગે ઇન્ડિયા ગેટ પર તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. મંત્રીમંડળના 14 સભ્યો સાથે નેહરુએ સરકાર બનાવી હતી.

જો કે સ્વદેશી અને અહિંસક આંદોલનથી દેશને આઝાદી અપાવવાનું જેમનું સપનું હતું તેવા મહાત્મા ગાંધી આઝાદ દેશની પ્રથમ ઉજવણીમાં ભાગ લઇ શકયા ન હતા. આ અગાઉ 15 મી ઓગસ્ટના રોજ દેશને આઝાદી મળવાનું એલાન થયું હોવાથી નેહરુએ ગાંધીજીને પત્ર લખીને આઝાદીના આનંદમાં જોડાવા અપીલ કરી હતી. ત્યારે ગાંધીજીએ પત્ર લખીને જણાવ્યું હતું કે હિંદુ મુસલમાનો એક બીજા પર લોહી રેડી રહયા છે ત્યારે આવા સંજોગોમાં હું આવી શકું તેમ નથી. કોમી દંગા રોકવા માટે હું મારો જીવ આપી દેતા પણ ખચકાઇશ નહી.

આમ ગાંધીજી ૧૫મી ઓગસ્ટના જશ્નમાં જોડાયા ન હતા.તેઓ સેંકડો માઇલ દૂર બંગાળના નોઆખલી વિસ્તારમાં કોમી તોફાનોને શાંત પાડી રહયા હતા. એવું માનવામાં આવે છે કે નેહરુએ વાઇસરોય લોજમાં ટ્રીસ્ટ વિદ ઘ ડેસ્ટીની તરીકે ઓળખાતું ઐતિહાસિક ભાષણ આપેલું જે પણ ગાંધીજીએ સાંભળ્યું ન હતું.

પ્રથમ સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ 1947ના જશ્નમાં નહેરુ હાજર રહ્યા પણ ગાંધીજી કેમ નહોતા જોડાયા? 2 - image

ભારત અને પાકિસ્તાનના ભાગલામાં 1.45 કરોડ લોકોનું વિસ્થાપન થયું હતું 

17 ઓગસ્ટના રોજ રેડકલિફ દ્વારા ભાગલા લાઇન દોરવામાં આવી ત્યારે સરહદની આ પાર અને પેલે પાર ખુનામરકીનો ખેલ શરુ થયો હતો.એક માહિતી મુજબ કુલ 1.45 કરોડ લોકોનું વિસ્થાપન થયું હતું.૧૯૫૧ની વિસ્થાપિત જનગણના મુજબ 7226000 મુસલમાનો ભારત છોડીને પાકિસ્તાનમાં જતા રહયા જયારે 7249000  હિંદુઓ અને શીખો પાકિસ્તાન છોડીને ભારત આવ્યા હતા.



Google NewsGoogle News