Get The App

ભારતની આ સુંદર જગ્યાઓ પર કરો ન્યુ યરની ઉજવણી કરો, એ પણ ઓછા ખર્ચમાં

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
ભારતની આ સુંદર જગ્યાઓ પર કરો ન્યુ યરની ઉજવણી કરો, એ પણ ઓછા ખર્ચમાં 1 - image


નવી દિલ્હી,તા. 21 ડિસેમ્બર 2023, ગુરુવાર 

નવું વર્ષ આવવાના અને આ વર્ષને બાય બાય કહેવાના માત્ર થોડા દિવસો બાકી છે,ત્યારે અત્યારે ઘણા લોકો બહાર ફરવાના પ્લાનિંગ કરી રહ્યાં હશે. તમે તમારા મિત્રો કે પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો તો અમે તમારા માટે ભારતની સુંદર અને ઓછા ખર્ચમાં ફરી શકાય તેવા સ્થળોની માહિતી લઇને આવ્યા છીએ.  

ભારતમાં ઘણી સુંદર અને સસ્તી જગ્યાઓ છે જ્યાં તમે નવા વર્ષની ઉજવણીને યાદગાર બનાવી શકો છો. તમે પર્વત શિખરો કે બીચ પર ફરવા જવા ઇચ્છતા લોકો ભારતની આ ત્રણ જગ્યાએ જઇ શકે છે. 

ગોવા

જો તમે નવા વર્ષની રજાઓને યાદગાર બનાવવા માંગતા હોવ તો ગોવા જવું એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. ગોવામાં, તમે સુંદર દરિયાકિનારા, લહેરાતા વૃક્ષો અને ઐતિહાસિક ચર્ચો સાથેના લીલાછમ દરિયાકિનારાથી લઈને ભવ્ય કિલ્લાઓ સુધી બધું જોઈ શકો છો. 

31મી ડિસેમ્બરની રાત્રે, ઘણા ક્લબો અને પબ્સમાં નવા વર્ષનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવે છે. ડીજે અને ડાન્સની સાથે રંગબેરંગી ફટાકડા જોવાની પણ ખૂબ મજા આવે છે. ગોવાનું લોકલ ફૂડ અને મ્યુઝિક પણ આનંદપ્રદ છે. 

મનાલી અને શિમલા

31મી ડિસેમ્બરની રાત અને નવા વર્ષની ઉજવણી માટે આ જગ્યા બેસ્ટ છે. હિમાચલ પ્રદેશ, મનાલી અને શિમલાનાં પર્યટન સ્થળો નવા વર્ષની રજાઓ ગાળવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. અહીં તમે બરફ અને લીલીછમ ખીણોના નજારા જોવા મળશે.ખાસ કરીને ફિલ્મોના શુટીંગ પણ અહીં શુટ કરવામાં આવ્યા છે. તેથી લોકો અહીં સારા એવા ફોટોશુટ પણ કરી શકે છે. 

ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં અહીં ખૂબ જ ઠંડી હોય છે અને કેટલીક જગ્યાએ હિમવર્ષા થાય છે.તમે શિમલા શહેરમાં ફરવા જઈ શકો છો જે બ્રિટિશ યુગની વાસ્તુકલા દર્શાવે છે. મનાલીમાં સ્કીઇંગ અને ટ્રેકિંગની મજા માણી શકાય છે.

ઉદયપુર

ઉદયપુરને 'લેક સિટી' તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંના ઐતિહાસિક કિલ્લાઓ અને મહેલો જોવાલાયક છે. અહીં 31મી ડિસેમ્બરે એક મોટો મેળો ભરાય છે અને આખા શહેરમાં નવા વર્ષનો ઉત્સાહ જોવા મળે છે. તમે અહીં સંગ્રહાલયો, હેરિટેજ સાઇટ્સ અને બજારોની મુલાકાત લઈ શકો છો. તમે રાત્રે કિલ્લાની દિવાલો પર લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ જોઈ શકો છો. પર્યટકો અહીં 31 ડિસેમ્બરે નવા વર્ષનું સ્વાગત રસ્તાઓ પર ડાન્સ કરતા અને ગાતા કરે છે. 


Google NewsGoogle News