Get The App

બાળકોને ભુલથી પણ ન આપતા આ દવા... સરકારે લગાવ્યો પ્રતિબંધ, ફાર્મા કંપનીઓને આપી ચેતવણી

ક્લોરફેનીરામીન મૈલીટ અને ફેનાઈલએફ્રીન દવા અગાઉ મંજૂરી અપાઈ હતી, હવે બંને દવાઓને અપડેટ કરવા આદેશ અપાયો

દેશની સૌથી મોટી નિયામક એજન્સીએ સિરપ બનાવતી ફાર્મા કંપનીઓને દવા બોટલ પર ચેતવણીનો ઉલ્લેખ કરવા આપ્યો આદેશ

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
બાળકોને ભુલથી પણ ન આપતા આ દવા... સરકારે લગાવ્યો પ્રતિબંધ, ફાર્મા કંપનીઓને આપી ચેતવણી 1 - image

નવી દિલ્હી, તા.20 નવેમ્બર-2023, બુધવાર

દેશની સૌથી મોટી નિયામક એજન્સી સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)એ બાળકોને અપાતી ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફેનીલેફ્રાઇન દવાઓના મિશ્રણવાળા ઉત્પાદનોના પેકેજને અપડેટ કરવા કહ્યું છે. CDSCOએ બાળકો અને 4 વર્ષની નીચેના બાળકો પર કેટલીક પ્રખ્યાત એન્ટી-કોલ્ડ કૉકટેલ દવાઓનો પ્રયોગ ન કરવા આદેશ આપ્યો છે.

ફાર્મા કંપનીઓને દવાની બોટલ પર ‘ચેતવણી’ લખવા આદેશ

CDSCOએ ગ્લૈક્સોસ્મિથક્લાઈનની ટી-મિનિક ઓરલ ડ્રૉપ્સ (T-Minic Oral Drops), ગ્લેનમાર્કની એસ્કોરિલ ફ્લૂ સિરપ (Glenmark’s Ascoril Flu Syrup) અને આઈપીસીએ લેબોરેટરીઝની સોલ્વિન કોલ્ડ સિરવ (IPCA Laboratories’ Solvin Cold Syrup) સહિત અન્ય સિરપ બનાવતી ફાર્મા કંપનીઓને દવાની બોટલ પર ‘ચેતવણી’ લખવા જણાવ્યું છે. આ દવાથી શરદી અને ફ્લૂના લક્ષણો જેમ કે નબળાઈ, તાવ, આંખોમાંથી પાણી નિકળવું, નાકમાંથી પાણી વહેવું, છીંક આવવી, નાક કે ગળામાં ખંજવાળ જેવી સમસ્યાઓમાં રાહત થાય છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, પેરેન્ટ્સોએ આ દવાનો ઉપયોગ કરતા બંધ કરી દેવો જોઈએ.

ક્લોરફેનીરામીન મૈલીટ અને ફેનાઈલએફ્રીન દવા તર્કહીન

ક્લોરફેનીરામીન મૈલીટનો ઉપયોગ એન્ટી-એલર્જિક માટે ઉપયોગ થાય છે. જ્યારે શરદી-ખાસી માટે, નાની બ્લડ વૈસલને પાતળું કરવા માટે તેમજ સંપૂર્ણ બંધ નાકને ખોલવા માટે ફેનાઈલએફ્રીનની દવાનો ઉપયોગ થાય છે. આ બંને દવાઓના મિશ્રણને પ્રોફેસર કોકાટેની સમિતિએ તર્કસંગત જાહેર કરી હતી. સમિતિની ભલામણના આધારે નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ પણ જાહેર કરાયું હતું. જોકે ત્યારબાદ શિશુઓ અને બાળકો પર તેના ઉપયોગને લઈ ચિંતા વ્યક્ત કરાઈ હતી. 

એક પત્રમાં જણાવાયું છે કે, ‘સમિતિ દ્વારા ક્લોરફેનીરામીન મૈલીટ આઈપી 2 મિલીગ્રામ + ફેનાઈલએફ્રીન એચસીઆઈ આઈપી 5 મિલીગ્રામ પ્રતિ મિલીલીટરની એફડીસીને તર્કસંગત જાહેર કરાયા બાદ નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ જારી કરાયું હતું. ત્યારબાદ આ મિશ્રણના ઉપયોગ મામલે વાંધો ચિંતા વ્યક્ત કરાઈ હતી. પત્રમાં એમ પણ જણાવાયું છે કે, 6 જૂને નિષ્ણાત સમિતિમાં આ મામલે ચર્ચા કરાઈ હતી. સમિતિએ ભલામણ કરી કે, 4 વર્ષથી નીચેના બાળકોને આ ફિક્સ્ડ-ડોઝ કૉમ્બિનેશન ન આપવામાં આવે અને દવાની બોટલ પર ચેતવણીનું લેબલ અને પેકેજમાં તેની વિગતો દર્શાવવામાં આવે.


Google NewsGoogle News