સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના CCTV આવ્યા સામે, સાથે જ બેઠા હતા હત્યારા, અચાનક કર્યું 12 રાઉન્ડ ફાયરિંગ
Image Source: Twitter
- લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગેંગસ્ટર રોહિત ગોદારા અને ગોલ્ડી બરારે સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી લીધી
જયપુર, તા. 05 ડિસેમ્બર 2023, મંગળવાર
રાજસ્થાનની રાજધાની જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરી દેવામાં આવી છે. હવે તેમના હત્યાકાંડ સાથે સબંધિત CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, બદમાશો પહેલા આરામથી બેસીને સુખદેવ સિંહ ગોગામેડી સાથે વાતચીત કરી રહ્યા હતા. ત્યારબાદ અચાનક તેમણે સુખદેવ સિંહ ગોગામેડી પર ધડાધડ ફાયરિંગ કરવા લાગ્યા. તેઓએ 12 રાઉન્ડ ફાયરિંગ કર્યું.
લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગેંગસ્ટર રોહિત ગોદારા અને ગોલ્ડી બરારે સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી લીધી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કુલ ત્રણ હુમલાખોરો ત્યાં સ્કૂટર પર આવ્યા હતા. તેણે કહ્યું હતું કે તેને ગોગામેડીને મળવું છે. ત્યારબાદ તેઓ રૂમમાં ગયા અને ત્યાં બેસીને લગભગ 10 મિનિટ સુધી વાત કરી. ત્યારબાદ આ ગોળીબાર થયો.
ગોળીબાર થયા બાદ ગોગામેડીના ગાર્ડે પણ ફાયરિંગ કર્યું હતું. આ ક્રોસ ફાયરિંગમાં એક હુમલાખોરનું પણ મોત થઈ ગયુ છે. તેનું નામ નવીન શેખાવત જણાવવામાં આવ્યું છે.
ફાયરિંગ કરી રહેલા બે લોકોએ ગોગામેડીની સાથે ત્યાં હાજર અન્ય બે લોકો પર પણ ગોળીબાર કર્યો હતો. પરંતુ વીડિયો જોતા સ્પષ્ટ થાય છે કે તેમનું નિશાન મુખ્યત્વે ગોગામેડી હતા. ટોટલ 12 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ હતું જેમાં મોટાભાગની ગોળીઓથી ગોગામેડીને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.