Get The App

CBSEની મોટી જાહેરાત, ‘સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કૉલરશિપ’ અંગે લીધો મોટો નિર્ણય

Updated: Jan 27th, 2025


Google NewsGoogle News
CBSEની મોટી જાહેરાત, ‘સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કૉલરશિપ’ અંગે લીધો મોટો નિર્ણય 1 - image


Single Girl Child Scholarship : કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ ‘સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કૉલરશિપ 2024’ માટે આવેદન કરવા માટેની અંતિમ તારીખમાં વધારો કર્યો છે. જેમાં જે વિદ્યાર્થીઓએ હજુ સુધી અરજી નથી કરી, તેઓ આગામી 8 ફ્રેબુઆરી, 2025 સુધી અરજી કરી શકશે. અગાઉ આ યોજનામાં આવેદન કરવાની અંતિમ તારીખ 10 જાન્યુઆરી 2025 હતી. 

સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કૉલરશિપ 2024માં સ્કૉલરશિપ માટે 8 ફેબ્રુઆરી 2025 સુધી વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. જેમાં શાળાઓએ 15 ફેબ્રુઆરી, 2025 સુધીમાં અરજી ચકાસણી પૂર્ણ કરવાની રહેશે. જ્યારે સ્કૉલરશિપને રિન્યુઅલ કરવા માટે પણ 8 ફેબ્રુઆરી સુધીની તારીખ છે. 

સ્કૉલરશિપ માટે આ લાયકાત જરૂરી

સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કૉલરશિપ 2024 માં અરજી કરનારા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ફી દર મહિને 1500 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. જેમાં ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 10% વધારો માન્ય રહેશે. જ્યારે NRI વિદ્યાર્થીઓ માટે ટ્યુશન ફી મર્યાદા દર મહિને 6,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. અરજી કરવા માટે વિદ્યાર્થીઓ ભારતીય નાગરિક હોવા જોઈએ અને માતાપિતાનું એકમાત્ર સંતાન હોવું જોઈએ. આ યોજનામાં ફોર્મ ભર્યા બાદ પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને દર મહિને 500 રૂપિયા શિષ્યવૃત્તિ તરીકે આપવામાં આવશે. લાયકાત મુજબ, એકલ છોકરીએ CBSE સંલગ્ન શાળાઓમાં ધોરણ 11માં પ્રવેશ મેળવ્યો હોવો જોઈએ અને 2024માં ધોરણ 10ની પરીક્ષા પાસ કરી હોવી જોઈએ.

આ પણ વાંચો: અંતરિક્ષમાંથી કેવો દેખાય છે મહાકુંભ? NASAના એસ્ટ્રોનોટે શેર કરી અદ્ભૂત તસવીર

આવેદન કઈ રીતે કરવું?

- CBSEની ઓફિશિયલ વેબસાઈટ cbse.gov.in પર જવું.

- ‘Single Girl Child Scholarship X-2024 REG’ પર ક્લિક કરવું.

- ‘Fresh Application’ અથવા ‘Renewal’ વિકલ્પ પસંદ કરવો. 

- આવેદન ફોર્મ ભરવુ અને જરૂર ડોક્યુમેન્ટ અપલોડ કરવા. આ પછી ભવિષ્યમાં ફોર્મ લગતી માહિતી મળે રહે તે માટે ફોર્મ ભર્યાની ફાઈલ ડાઉનલોડ કરવી.


Google NewsGoogle News