CBSE Board Exam 2024: આજથી ધોરણ-10-12ની પરીક્ષા, બોર્ડે નવા નિયમો બહાર પાડ્યા

પરીક્ષા કેન્દ્ર પર એક કલાક વહેલા આવવા સીબીએસઈની સલાહ

પરીક્ષામાં બેસવા પરીક્ષાર્થીઓ પાસે હૉલ ટિકિટ હોવી ફરજીયાત

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
CBSE Board Exam 2024: આજથી ધોરણ-10-12ની પરીક્ષા, બોર્ડે નવા નિયમો બહાર પાડ્યા 1 - image

CBSE Class 10 And 12 Exam 2024 : કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ - સીબીએસઈની ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ આજે એટલે કે 15 ફેબ્રુઆરી-2024થી શરૂ થઈ રહી છે, જેને ધ્યાને રાખી બોર્ડે પરીક્ષાર્થીઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં પરીક્ષામાં પ્રવેશ માટે સીબીએસઈ હૉલ ટિકિટ ફરજીયાત કરાઈ છે. પ્રવેશ કાર્ડમાં ઉમેદવારનું નામ, નોંધણી સંખ્યા, પરીક્ષા કાર્યક્રમ, પરીક્ષા કેન્દ્રની વિગત અને નિર્દેશ જેવી વિગતો સામેલ હશે.

સીબીએસઈએ પરીક્ષાર્થીઓ માટે માર્ગદર્શિકા બહાર પાડી

કેન્દ્ર પર પરીક્ષા સમયથી એક કલાક વહેલા આવવાનો, વિદ્યાર્થીઓને ફાળવાયેલ સમય પહેલા પરીક્ષા હૉલમાં પ્રવેશ કરવાની બોર્ડ દ્વારા સલાહ અપાઈ છે. સીબીએસઈએ દિલ્હીની વર્તમાન સ્થિતિના કારણે ટ્રાફિક સંબંધીત સમસ્યાઓને ધ્યાને રાખી વિદ્યાર્થીઓને એક્ઝામ સેન્ટર પર વહેલા પહોંચવા સુચન આપ્યું છે.

CBSE Board Exam 2024: આજથી ધોરણ-10-12ની પરીક્ષા, બોર્ડે નવા નિયમો બહાર પાડ્યા 2 - image

ધોરણ-10 અને 12ની પરીક્ષાનો સમય

ધોરણ-10 અને 12ની પરીક્ષા સવારે 10.30થી બપોરે 1.30 કલાક યોજાશે. જોકે કેટલાક પરીક્ષાઓ સવારે 10.30થી બપોરે 12.30 વચ્ચે યોજાશે. બોર્ડ દ્વારા ધોરણ-10ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 13મી માર્ચ-2024 સુધી, જ્યારે ધોરણ-12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ-2024 સુધી યોજાશે.


Google NewsGoogle News