CBSE CTET 2024: CBSE CTET પરીક્ષા માટેની સિટી સ્લિપ જાહેર, આ રીતે કરો ચેક
સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) જાન્યુઆરી 2024ની પરીક્ષા માટે સૂચના બહાર પાડી છે
તા. 12 જાન્યુઆરી 2024, શુક્રવાર
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSC)એ સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) જાન્યુઆરી 2024ની પરીક્ષા માટે સૂચના બહાર પાડી છે. જે ઉમેદવારોએ CTET માટે અરજી કરી છે તેઓ સત્તાવાર વેબસાઈટ ctet.nic.in પર જઈને CTET 2024 પરીક્ષા સિટી સ્લિપ ડાઉનલોડ કરી શકે છે. CTET પરીક્ષા સિટી સ્લિપ 2024 ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ લોગિંન માટે નોંધણી નંબર, જન્મ તારીખ અને સુરક્ષા પિનની જરુર રહેશે.
CBSE CTET 2024 પરીક્ષા વિવરણ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષક અભિયોગ્યતા પરીક્ષા તા. 21 જાન્યુઆરી 2024 માં બે પાળીમાં આયોજન કરવામાં આવશે. પરીક્ષાની પહેલી પાળી 9.30 થી 12 કલાક સુધી અને બીજી પાળી બપોરે 2.30 કલાકથી સાંજે 5 કલાક સુધી આયોજીત કરવામાં આવી છે.
CBSE CTET 2024 પરીક્ષા સિટી સ્લિપ વિવરણ
CBSE CTET પ્રી-એડમિટ કાર્ડ 2024 માં નીચે પ્રમાણેની વિવરણ આપવાનું રહેશે
- ઉમેદવારનું નામ
- ઉમેદવારનો રોલ નંબર
- લિંગ
- સહી
- અરજી ક્રમાંક
- જન્મ તારીખ
- પરીક્ષા શહેરનું નામ
CBSE CTET આ રીતે ચેક કરી શકશે
- સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ ctet.nic.in પર જાઓ.
- હવે લેટેસ્ટ ન્યૂઝ સેક્શન પર જાઓ
- CTET જાન્યુઆરી 2024 માં કેન્દ્ર શહેર જાઓ, તેના પર ક્લિક કરો
- તમારુ લોગિન ક્રેડેંશિયલ શહેર સુચના સ્લિપ પ્રદર્શિત કરવામાં આવશે.
- CTET સિટી સ્લિપ 2024 ની પ્રિન્ટઆઉટ ડાઉનલોડ કરો.