CTET December Result: CBSE એ CTET ના રિઝલ્ટ જાહેર કર્યા, ctet.nic.in પર જોઈ શકશો
CBSE CTET Exam Results: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ)એ ડિસેમ્બર, 2024માં આયોજિત કેન્દ્રીય શિક્ષક પાત્રતા પરીક્ષા (સીટીઈટી)ના પરિણામ આજે 9 જાન્યુઆરી, 2025ના રોજ સત્તાવાર રીતે જાહેર કર્યા છે. જે ઉમેદવારોએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો, તે પોતાનું પરિણામ સીટીઈટીની સત્તાવાર વેબસાઈટ ctet.nic.in પર જોઈ શકે છે.
દરવર્ષે સીબીએસઈ સીટીઈટી પરીક્ષાનું આયોજન કરતુ હોય છે. જેમાં લાખો ઉમેદવારો સામેલ થાય છે. આ પરીક્ષામાં ઉતીર્ણ થનારા ઉમેદવાર સીબીએસઈના ધોરણ 1થી 8ના શિક્ષક તરીકે સેવા આપી શકે છે. જે સીધી સરકારી નોકરી મળતી નથી. પરંતુ આ પરીક્ષા પાસ કરનારા ઉમેદવાર કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય જેવી કેન્દ્રીય સરકારી શાળાઓમાં શિક્ષક તરીકે સેવા આપી શકે છે.
કેટલા પોઈન્ટ જરૂરી
જનરલ કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષામાં સફળ થવા માટે ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ લાવવા જરૂરી છે. અર્થાત ઉમેદવારોએ કુલ 150 માર્ક્સમાંથી ઓછામાં ઓછા 90 માર્ક લાવવા પડે છે. એસસી, એસટી, ઓબીસી અને પીડબ્લ્યૂટી સહિત અન્ય અનામત કેટેગરી માટે 55 ટકા માર્ક્સ જરૂરી છે.
આ રીતે પરિણામ ચકાસો
- પરિણામ ચેક કરવા માટે ઉમેદવારે સૌ પ્રથમ સીટીઈટીની સત્તાવાર વેબસાઈટ ctet.nic.in પર ક્લિક કરવી પડશે.
- ત્યારબાદ હોમપેજ પર "CTET Result 2024" લિંક પર ક્લિક કરો.
- ઉમેદવાર પોતાની લોગઈન માહિતી ભરી (રોલ નંબર અને જન્મતારીખ) રજૂ કરવી પડશે.
- હવે ઉમેદવારનું રિઝલ્ટ સ્ક્રિન પર દેખાશે, સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકાશે.