Get The App

CBSE બોર્ડની મોટી કાર્યવાહી, ગેરરીતિઓ પકડાતાં 21 સ્કૂલની માન્યતા રદ, 6નો દરજ્જો ઘટાડ્યો

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
CBSE બોર્ડની મોટી કાર્યવાહી, ગેરરીતિઓ પકડાતાં 21 સ્કૂલની માન્યતા રદ, 6નો દરજ્જો ઘટાડ્યો 1 - image


CBSE Dummy Admissions Action: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ડમી વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી શાળાઓ સામે કાર્યવાહી કરી છે. આ અંગે 21 શાળાઓનું જોડાણ છીનવી લેવામાં આવ્યું છે, જેમાંથી 16 શાળાઓ દિલ્હીની અને પાંચ શાળા રાજસ્થાનની છે.

દિલ્હીની છ વરિષ્ઠ માધ્યમિક શાળાઓનો દરજ્જો ઘટાડીને માધ્યમિક કરવામાં આવ્યો છે. જે શાળાઓનું જોડાણ પાછું ખેંચવામાં આવ્યું છે તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમનું ચાલુ સત્ર પૂર્ણ કરી શકશે. આગામી સત્રથી શાળાઓ પર કાર્યવાહી લાગુ કરવામાં આવશે.

શું હતો મામલો, કેમ લેવામાં આવી કાર્યવાહી?

આ પગલું સપ્ટેમ્બરમાં રાજસ્થાન અને દિલ્હીની શાળાઓમાં કરવામાં આવેલા ઓચિંતા નિરીક્ષણને અનુસરે છે, જેમાં ઘણી ક્ષતિઓ જોવા મળી હતી. CBSE અનુસાર, કાર્યવાહીના દાયરામાં આવેલી શાળાઓમાં ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ગેરહાજર હતા. ઉમેદવારો અને રેકોર્ડની જાળવણી પણ યોગ્ય ન હતી.

27 ડમી સ્કૂલોને કારણ બતાવો નોટિસ 

શાળાઓના જોડાણ અને પરીક્ષાના નિયમો અનુસાર, વિદ્યાર્થીઓના નિયમિત હાજરીના ધોરણો ચકાસવા માટે સપ્ટેમ્બરમાં રાજસ્થાન અને દિલ્હીમાં શાળાઓની ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. CBSE સેક્રેટરીએ કહ્યું કે, 'તમામ 27 ડમી સ્કૂલોને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે અને 30 દિવસમાં તેમનો જવાબ માંગવામાં આવ્યો છે.'

CBSE બોર્ડની મોટી કાર્યવાહી, ગેરરીતિઓ પકડાતાં 21 સ્કૂલની માન્યતા રદ, 6નો દરજ્જો ઘટાડ્યો 2 - image


Google NewsGoogle News